પોરબંદરઃ રહેવાસી અને અન્ય જિલ્લામાં પોઝિટિવ આવેલ હોય તેવા બે કેસ 14 ઓગસ્ટના રોજ નોંધાયા છે. જેમાં મેમણવાડામાં રહેતા 58 વર્ષના પુરુષ અને કુતિયાણાની 70 વર્ષની મહિલાને અન્ય જિલ્લામાં કોરોના પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત 15 ઓગષ્ટના રોજ કુતિયાણાના ચુનારીવાસમાં રહેતા 40 વર્ષીય પુરુષ, 35 વર્ષની મહિલા અને 46 વર્ષના પુરુષ અને 25 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત પોરબંદરના સોની બજારમાં 75 વર્ષની મહિલાને અને વોરાવાડમાં રહેતા 66 વર્ષના પુરૂષ અને વાડી પ્લોટમાં રહેતા 70 વર્ષના મહિલા અને પોરબંદરમાં રહેતા 51 વર્ષના પુરુષ અને ખીજદળ વાડી વિસ્તારમાં રહેતા 24 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોરબંદર જિલ્લામાં આજની તારીખના ટોટલ એક્ટિવ 80 કેસ કોરોના પોઝિટિવ છે, અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલ મોતની સંખ્યા 18 છે. પોરબંદરમાં જાહેરમાં માસ્ક ન પહેરવાના અને થુકવાના 70 કેસ નોંધાયા હતા, જેમાં 73,500ની વસુલાત કરવામાં આવી છે.
પોરબંદરમાં ડિસ્ટ્રિક્ટ કોરોન્ટાઈનમાં સરકારી વિભાગમાં 43 અને ખાનગીમાં 1 દર્દી છે અને હોમ કોરોન્ટાઈનમાં કુલ 1298 દર્દીઓ છે. કન્ટેનમેન્ટ ઝોન કુલ 98માં ઘરોની સંખ્યા 317 છે અને વ્યક્તિઓની સંખ્યા 916 છે. આરોગ્ય વિભાગ દ્વારા શનિવારના રોજ 843 લોકોનો સર્વે કરાયો હતો અને એન્ટ્રી પોઈન્ટ પર 3938 લોકોનું સ્ક્રીનીગ કરાયું છે. તેમ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ માહિતીમાં જણાવાયું છે.