ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં કોરોના મુક્ત બનેલા પોલીસ પરિવારના માતા-પુત્રીનો લોક સંદેશ, જુઓ વીડિયો...

એક તરફ કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે અને બીજી તરફ ભારતમાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ તંત્ર સતત દિવસ-રાત સેવા બજાવી રહ્યું છે અને આ સમયગાળા દરમિયાન પોરબંદરમાં પોલીસ પરિવારની માતા-પુત્રીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓને શહેરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેઓનો રિપોર્ટ સંપૂર્ણપણે કોરોના નેગેટીવ આવતા હવે તેઓને મુક્ત કરાયા છે અને તેઓએ લોકોને એક સંદેશો આપ્યો હતો.

પોરબંદરમાં કોરોનામાંથી મુક્ત બનેલ પોલીસ પરિવારના માતા-પુત્રીનો લોક સંદેશ જુઓ વીડિયો...
પોરબંદરમાં કોરોનામાંથી મુક્ત બનેલ પોલીસ પરિવારના માતા-પુત્રીનો લોક સંદેશ જુઓ વીડિયો...

By

Published : Apr 12, 2020, 2:57 PM IST

પોરબંદરઃ લોકડાઉન પહેલા દુબઈથી પરત આવેલા 27 વર્ષની સ્વાતિ રાજેશભાઈ ગોસ્વામીના માતાને કોરોના ટેસ્ટ કરવામાં આવતાં જ્યોતિબેન રાજેશભાઈ ગોસ્વામીને 12 દિવસ પહેલા ભાવસિંહજી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેની પુત્રી સ્વાતિનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને યોગ્ય સારવાર બાદ બંને માતા અને પુત્રીનો રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને હોસ્પિટલમાંથી મુક્ત કરાયા હતા.

એક પોલીસ પરિવારના સભ્યો હોવાના કારણે પોરબંદર પોલીસ દ્વારા પણ તેઓને ઘરે મૂકવા ગયા હતા, ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા તાળીઓથી વધાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં કોરોનામાંથી મુક્ત બનેલ પોલીસ પરિવારના માતા-પુત્રીનો લોક સંદેશ જુઓ વીડિયો...
કોરોના મુક્ત જ્યોતિબેનને જણાવ્યું હતું કે લોકડાઉનના સમયે રાતદિવસ પોલીસ ખડે પગે રહે છે, ત્યારે લોકોએ આ પોલીસ જવાનોનો સાથ સહકાર આપો અને પોલીસ સાથે ગેર વ્યવહાર ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત પોરબંદર જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે પણ લોકોને પોલીસને સહયોગ આપવા તથા લોકડાઉનના આ સમયમાં નિયમનું ચુસ્ત પાલન કરી ઘરમાં રહી દેશસેવા બજાવવાની અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details