મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના કાર્યકરો તથા અન્ય પ્રધાન કાર્યકરો માટે કૃષિ યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં તથા અન્ય ઇમારતોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બધી વ્યવસ્થા કૃષિ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓએ કરતા આચાર સંહિતાનો ભંગ થવાનો આક્ષેપ પોરબંદરના એડવોકેટ ભનુ ઓડેદરાએ ચૂંટણી પંચને કર્યો છે. તદ્ઉપરાંત અમુક અધિકારીઓએ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનને ફૂલ આપી સ્વાગત પણ કર્યું હતુ.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ
પોરબંદરઃ ગત 10 એપ્રિલના રોજ મોતીબાગ ખાતે કૃષિ યુનિવર્સિટીના સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી. યુનિવર્સિટીના અધિકારીઓ દ્વારા સભામાં આવેલ મુખ્યપ્રધાન અને અન્ય કાર્યકર્તાઓ માટે યુનિવર્સિટીની બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા કરાતાં આચારસંહિતાનો ભંગ થયાની ફરિયાદ કરવામાં આવી છે.
આચારસંહિતા ભંગની ફરીયાદ
9-10 એપ્રિલના CCTV અને આ બધા ફોટોગ્રાફ્સના આધારે તપાસ કરતાં કૃષિ યુનિવર્સિટીના બિલ્ડીંગનો ચૂંટણીના પ્રચાર સંદર્ભે ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ બધી વિગતો સાથે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ એડવોકેટ ભાનુ ઓડેદરાએ કરી છે.