ગુજરાત

gujarat

By

Published : Apr 24, 2021, 2:00 PM IST

ETV Bharat / state

પોરબંદરમાં રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાન-લારી બંધ રાખવા કલેક્ટરનો આદેશ

પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસને કાબૂમાં લાવવા માટે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. પોરબંદરમાં હવે રાત્રે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી પાનની દુકાન, ચાની દુકાન અને લારી બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે.

પોરબંદરમાં રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાન-લારી બંધ રાખવા કલેક્ટરનો આદેશ
પોરબંદરમાં રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાન-લારી બંધ રાખવા કલેક્ટરનો આદેશ

  • પોરબંદરમાં હવે રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે દુકાન
  • પાન અને ચાની દુકાન-લારી બંધ કરવા કલેક્ટરે આદેશ આપ્યા
  • જિલ્લામાં કોરોનાના કેસને કાબૂમાં લાવવા કલેક્ટરનું જાહેરનામું

પોરબંદરઃ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પોરબંદરના જિલ્લા કલેકટરે રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી પાન અને ચાની દુકાનો તથા લારીઓ બંધ રાખવાનો આદેશ કરતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનું ચુસ્તપણે અમલ કરવા વેપારીઓ અને લોકોને અપીલ કરવામાં આવી છે.

પાન અને ચાની દુકાન-લારી બંધ કરવા કલેક્ટરે આદેશ આપ્યા

આ પણ વાંચોઃભુજમાં દિવસ દરમિયાન સ્વૈચ્છિક દુકાનો બંધ, નાના ધંધાર્થીઓએ ચાલુ રાખ્યો રોજગાર


રાત્રે 8 વાગ્યા પછી ચા-પાનની દુકાનો રહેશે બંધ

દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ બાબતે વેપારીઓએ પણ તકેદારી રાખવા અને સહયોગ આપવા લોકોને અપીલ કરી હતી. આ ઉપરાંત ચા તથા પાનની દુકાનો ની આસપાસ ભીડ એકત્રિત ન થાય તેની લોકોને અપીલ કરી હતી.

જિલ્લામાં કોરોનાના કેસને કાબૂમાં લાવવા કલેક્ટરનું જાહેરનામું

આ પણ વાંચોઃબનાસકાંઠામાં વધતા જતા કોરોના કેસને લઈને 5 દિવસ માટે ડીસા સ્વયંભૂ બંધ

વધુને વધુ લોકો કોરોનાના ટેસ્ટ કરાવે તેવી તંત્રએ અપીલ કરી

પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં લોકો વધુને વધુ લોકો કોરોનાના ટેસ્ટ કરાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે જ જિલ્લામાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.

પોરબંદરમાં હવે રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે દુકાન

ABOUT THE AUTHOR

...view details