માછીમારોની જાગૃતતા લાવવા માટે, તેમને જણાવ્યું હતું કે, માછીમારી કરવા માટે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા બદલ અપરાધીને કેવા પ્રકારની સજા આપવામાં આવી શકે છે અને તેનાથી ખલાસીઓના પરિવારને શું મુશ્કેલીઓ આવી શકે છે. આ સાથે જો એલર્ટ અને ચેતવણી સૂચક ઉપકરણોને ભૂલથી સંદેશ મોકલવામાં આવે, તો નજીકના કોસ્ટગાર્ડ સ્ટેશનને માહિતી કેવી રીતે પૂરી પાડવી જોઈએ, તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી.
પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સુરક્ષાને લઇ માર્ગદર્શન અપાયું - કોસ્ટગાર્ડ
પોરબંદરઃ કોસ્ટગાર્ડ હંમેશાં વિવિધ કાર્યક્રમો થકી માછીમારોને તાલીમ આપતા રહે છે. તાજેતરમાં એક નવીન પ્રયોગ કરીને સમુદ્ર પાવક જહાજ દ્વારા એક જ સાથે 171 માછીમારોને દરિયાઇ સરહદ પર એક સાથે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન બોટના ખલાસીઓને વિવિધ વિષયો વિશેની માહિતી તેમજ મુસાફરી દરમિયાન વાસ્તવિક દસ્તાવેજો, શિપિંગ માટે જરૂરી કન્વેક્શન ઉપકરણો અને લાઈફ સેવિંગ જેકેટ્સ સહિતના અન્ય સાધનોના મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
Coastguard guides fishermen with safety, security issues
માછીમારો કોસ્ટગાર્ડની આંખ અને કાન જેમ કામ કરી શકે છે, તેથી સમુદ્રમાં અથવા પડોશી દેશના જહાજોની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે જોખમ હોય, ત્યારે ચેનલ નંબર 16નો ઉપયોગ કરી કોસ્ટ ગાર્ડને કેવી રીતે માહિતી આપી શકાય, તે અંગે તેમને જાગૃત કરવામાં આવ્યા હતાં. ભારતીય કોસ્ટગાર્ડના આ નવા પ્રયત્નથી માછીમારોમાં ચોક્કસપણે જાગૃતિ વધશે.