ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના યુવક સાથે લગ્ન કરી દોઢ લાખની છેતરપીંડી કરનાર લૂંટેરી દુલ્હન ઝડપાઇ - gujarat police

લગ્નવાંછુક યુવાનો સાથે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે પોરબંદરના એક યુવક સાથે લગ્ન કરી દોઢ લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હનને પોરબંદર પોલીસે વેરાવળથી ઝડપી પાડી છે અને તેની સાથે રહેલ મહિલા અને એક પુરુષને પણ ઝડપી પાડ્યા છે. જ્યારે બે વચેટિયાઓને ઝડપવાના બાકી છે.

યુવક સાથે લગ્ન કરી દોઢ લાખની છેતરપીંડી કરનાર લૂંટેરી દુલ્હન ઝડપાઇ
યુવક સાથે લગ્ન કરી દોઢ લાખની છેતરપીંડી કરનાર લૂંટેરી દુલ્હન ઝડપાઇ

By

Published : Jun 4, 2020, 1:21 AM IST

પોરબંદર : જિલ્લાના છાયા વિસ્તારમાં રહેતા અને ફ્રુટનો ધંધો કરતા નિલેશભાઈ રૈયારેલાને લગ્ન કરવા ભારે પડયા છે. નિલેશભાઈનો સંપર્ક માળિયા હાટીના ગામે રહેતા અશરફભાઈ સાથે થયો હતો તેઓએ હિંમતનગરમાં રહેતા અશોકભાઈ દરજી નામના શખ્સનો સંપર્ક કરાવ્યો હતો. અશોકભાઈએ લગ્ન બાબતે એક યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી અને દોઢ લાખની રકમ માગી હતી, ત્યારબાદ ફોટો પરથી યુવક યુવતીએ એકબીજાની પસંદગી કરી હતી. જેમાં યુવતી અને નિલેશે 4 માર્ચના રોજ લગ્ન કરાર નોટરી સમક્ષ કર્યા હતા અને તે સમયે દોઢ લાખની રકમ તેને અશોક દરજીને આપી હતી, ત્યારબાદ યુવતી 3 દિવસ રોકાઈ હતી અને ત્યારબાદ 13 માર્ચના રોજ યુવતી અને નિલેશે પોરબંદરના ગાયત્રી મંદિરમાં હિન્દૂ વિધી પ્રમાણે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ લૂંટેરી દુલ્હને પોત પ્રકાશયું હતું. જેમાં તેના કાકા ગુજરી ગયા હોવાથી તે નિલેશના માસી સરોજ સાથે હિંમતનગર ગઈ હતી અને ત્યારબાદ લોકડાઉન પછી પરત ફરી તેવુ જણાવતા નિલેશને શંકા ઉપજી હતી.

આ સમગ્ર બાબત બાદ નિલેશે છટકું ગોઠવ્યું અને આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરી હતી. નિલેશે વેરાવળ ખાતે રહેતા તેના જ માસીના દીકરાના સંદીપના લગ્નની વાત તનું પટેલ સાથે કરવાની વાત કરી હતી. જેમાં માળીયા હાટીના અસરફ સાથે સંપર્ક કરતા ફરીથી તેને અશોક દરજીના કોન્ટેક આપી વાત આગળ વધારી હતી. તનું પટેલ સહિતના લોકો વેરાવળ ગયા હતા અને પોરબંદર પોલીસે ત્રણ લોકો અશોક વિસા દરજી, અલ્પા ચેતન બારોટ અને તનું દિનેશ પટેલને પકડી લીધા હતા. જ્યારે અન્ય બે આરોપી અશરફ અને ડાયાભાઈને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

ABOUT THE AUTHOR

...view details