ચાર્લી 445 ઈન્ટરસેપ્ટર બોટનીલંબાઈ 27મીટર અને 106 ટન વજનનીકેપેસીટી અને 45 નોટનીસ્પીડ પણ ધરાવે છે. આ બોટમાં એડવાન્સ નેવિગેશનલ કોમ્યુનિકેશન ઇક્વીપમેન્ટ ગોઠવવામાં આવ્યાછે. જે મધદરિયામાં પણ વધુ શક્તિશાળી રીતે ઉપયોગી થઈ શકે છે. આ બોટ રેસ્ક્યુમાં સર્ચિંગ ઓપરેશનમાં વધુ ઉપયોગી રહેશે. ઈન્ટરસેપ્ટર બોટમાંબાેટમેમ્બર અને એક આસિસ્ટન્ટ કમાન્ડો તરીકે અંકિત ત્યાગી રહેશે.
ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર શીપ ગુજરાતના તટરક્ષકમાં સામેલ - Gujarati News
પોરબંદરઃ રવિવારે ભારતીય તટરક્ષકમાં ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર પ્રોજેક્ટ 18 આઈબી અંતર્ગત ઈન્ટરસેપ્ટર બોટની સીરીઝ પ્રમાણે આ 7મી ચાર્લી 445 ઇન્ટરસેપ્ટર બોટને આજે કોસ્ટગાર્ડમાં સામેલ કરતા ગર્વની લાગણી અનુભવી હતી. ઈન્ટરસેપ્ટર બોટ હજીરા ખાતેના એલ એન્ડ ટી સી બિલ્ડિંગ લિમિટેડમાંથી બનાવવામાં આવી છે. ભારતીય દરિયાઈ સુરક્ષામાં ઈન્ટરસેપ્ટર બોટથી સુરક્ષામાં વધારો થશે.
કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય દરિયા પર થતી આતંકવાદી પ્રવૃત્તિ અને ડ્રગ્સની હેરાફેરીમાં સતત વોચ ગોઠવવામાં આવી રહી છે.ભુતકાળમાં પણ અને ડ્રગ્સ માફિયાઓને ઝડપવામાં ભારતીય કોસ્ટ ગાર્ડદ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના સચિવ ડોક્ટર જે.એન સિંઘ સહિત કોસ્ટગાર્ડના નોર્થ વેસ્ટ ઇન્સ્પેક્ટર જનરલ અને નેવલઓફિસર ઇનચાર્જ ગુજરાત મેલેરિયાના કમાન્ડર તથા એલ એન્ડ ટી શીપયાર્ડના અધિકારી સહિત પોરબંદરના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઅને જિલ્લા પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.