ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર શહેરમાં વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે 'ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્સ'ની સ્થાપના કરાઈ

પોરબંદરઃ પોરબંદરમાં જુદા જુદા વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની એક મીટીંગ ગઈ કાલે તા. 7/7/2019 ને રવિવાર ના રોજ સાંજે ડ્રીમ્લેન્ડ સિનેમાની સામે આવેલા મહાલક્ષ્મીજીના મંદીરના પટાગણમાં મળી હતી. જેમાં બહોળી સંખ્યામાં વેપારી ભાઈઓ હાજર રહી શહેરમાં એક નવી વેપારી સંસ્થાની જરૂરીયાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો અને તમામ વર્ગના વેપારીઓને જોડી લે તેવી એક વ્યાપારી સંસ્થા ધી ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં નામથી બનાવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

પોરબંદર શહેર માં વેપારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્સ ની સ્થાપના કરાઈ

By

Published : Jul 8, 2019, 3:19 PM IST

જેના 200 પ્રાથમિક સભ્યોએ આ નવી વ્યાપારી સંસ્થાની સ્થાપના કરવાનું જાહેર કરી પ્રથમ મેનેજમેન્ટ કમીટી બનાવી અને ત્યારબાદ કારોબારીની રચના કરવાનું નકકી કરવામાં આવતા હાજર રહેતા વેપારીઓમાંથી ભરતભાઈ મોદીએ પ્રથમ પ્રમુખ તરીકે અજયભાઈ ચોટાઈ ના નામની દરખાસ્ત મુક્તા હાજર તમામ વેપારી સભ્યોએ સર્વાનુમતે અનુમોદન આપતા ઘી ગ્રેટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના પ્રથમ પ્રમુખ તરીકે અજયભાઈ ચોટાઈને તમામ વેપારીઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારબાદ 3 ઉપ-પ્રમુખ રાખવાનું નકકી થતા હાજર વેપારીઓએ પ્રથમ ઉપ–પ્રમુખ તરીકે બોટ ઓસોસીએશના પૂર્વ પ્રમુખ અને ખારવા અગ્રણી ભરતભાઈ મોદી બીજા ઉપ-પ્રમુખ તરીકે ખટાઉ પ્રોવિજન વાળા જીતુભાઈ દત્તાણી તથા ત્રીજા ઉપ-પ્રમુખ તરીકે વેજાભાઈ ઓડેદરાના નામોને સર્વાનુમતે નકકી કરતાં 3 ઉપ-પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ સેક્રેટરી તરીકે અબ્બાસભાઈ ત્રવાડી તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાવિનભાઈ રાયચુરાની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આમ ધી ગ્રેટ ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના પ્રથમ મેનેજમેન્ટ માં પ્રમુખ સહીત કુલ 6 સભ્યોની આજની સભામાં 3 વર્ષ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સભામાં હાજર તમામ વેપારીઓએ દરેક ક્ષેત્રના વેપારીઓના પ્રશ્નોને પુરતો ન્યાય અને વાચા મળે તે માટે પ્રયત્નો કરવાનો એકમતે થઈ આ માટેસંસ્થા મારફત યોગ્ય લડત આપવામાં આવશે . આ સભામાં પોરબંદરની આર્થિક જીવાદોરી સમાન મત્સ્ય ઉધોગને લગતી સમસ્યાઓ અંગે પણ વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને અને મત્સ્ય ઉધોગને લગતા વેપારીઓ અને એક્ષપોર્ટરો પણ આ વ્યાપારી સંસ્થામાં જોડાયા હતા અને માછીમારોની સમસ્યાનોને આ વ્યાપારી સંસ્થા મારફત વાચા આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઈ હતી.
પ્રમુખ અજયભાઈ ચોટાઈ એ પોતાના સંબોધનમાં નાના મા નાના વેપારીની સમસ્યા પણ આ નવી ધી ગ્રેટ ચેમ્બર ના માઘ્યમથી રજુ કરવામાં આવશે અને આ ચેમ્બર નો મુખ્ય ઉદ્દેશ આપણા શહેરના વેપાર-ઉઘોગ નો વિકાસ અને શહેરનો વિકાસ અને તમામ ક્ષેત્રના ઘંધાર્થીઓને આ વ્યાપારી સંસ્થામાં પુરતુ પ્રતિનિધિત્વ આપવામાં આવશે તેવી ખાત્રી આપી હતી:

ABOUT THE AUTHOR

...view details