- વિરોધ પક્ષના નેતાએ કરી વરસાદી પાણીના નિકાલ માટેની રજૂઆત
- પંચાયતના તમામ સભ્યોને વિકાસ કાર્યો માટે 5 લાખની ફાળવણી
- ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે અલગ ગ્રાન્ટ ફાળવવામાં આવશે
પોરબંદર: જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી 16 બેઠકો પર ભાજપ વિજયી બન્યું હતું. જ્યારબાદ નવા નિમાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ જિલ્લા પંચાયતની નવી બોર્ડની સામાન્ય સભામાં વર્ષ 2020-2021નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં 2020ની અંદાજિત આવક 160.22 લાખ અને ખર્ચ 398.50 લાખ સાથે 18.77 લાખ પૂરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કોઈપણ નવા વિકાસ કાર્યોની શરૂઆતનો ઉલ્લેખ કરાયો નથી.
આ પણ વાંચો:પોરબંદરનાં છાયા સયુંકત નગરપાલિકાનું બજેટ જાહેરઃ કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યાની વિરોધ પક્ષે કરી કલેકટરને રજૂઆત
વિરોધ પક્ષના સભ્ય દ્વારા કરાઈ ઘેડ વિસ્તારની સમસ્યાઓની રજૂઆત
જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્ય ઠેબાભાઈ ચૌહાણે બજેટમાં અમિપુરથી બળેજ તરફ જતા રસ્તા પર બન્ને સાઈડ ચોમાસામાં પાણીનો ભરાવો થતા ખેડૂતોને નુક્સાની થતી હોવાથી પાણીનો નિકાલ થાય તે માટે માગ કરી હતી. આ ઉપરાંત કુતિયાણાથી પસવારી ગામ જતા રસ્તા પર આવતો બેઠો પુલ ચોમાસામાં ડૂબી જતો હોવાથી તેને ઉંચો કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ભાજપ શાસિત વિજાપુર નગરપાલિકામાં કોંગ્રેસ-અપક્ષ સાથે ભાજપના 7 સભ્યોએ મળી બજેટ અટકાવ્યું
દરેક સભ્યો માટે 5 લાખની રકમ મંજૂર કરવામાં આવી
અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં તમામ સભ્યોને વિકાસના કાર્યો માટે પોતાના મતવિસ્તાર માટે 2.5 લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવતી હતી. હવે સરકાર તરફથી જિલ્લા પંચાયતના સદસ્યોને પોતાના મત વિસ્તારના વિકાસ માટે 5 લાખની રકમ ફાળવવામાં આવી છે. જોકે, ફાળવવમાં આવેલી રકમ ડબલ થઈ હોવા છતા બજેટમાં કોઈપણ નવા કામોનો ઉલ્લેખ ન થયો હોવાથી ફાળવવામાં આવેલા વધારાના પૈસાથી વિકાસ થાય છે કે પછી લોકોના ખિસ્સા ભરાય છે, તે જોવું રહ્યું!