ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરના છાયાનગર સેવા સદનની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય - ભાજપના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણા

પોરબંદરઃ છાયાનગર સેવા સદનની તા. 22-10-2019 ના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણાનો 820 મતથી ભવ્ય વિજય થયો હતો.

BJP wins by-election in Porbandar

By

Published : Oct 25, 2019, 3:49 AM IST

Updated : Oct 25, 2019, 5:39 AM IST

પોરબંદર છાયાનગર સેવા સદનની ભાજપના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણાને 1432 મત અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર 612 મત મળ્યાં હતા. આમ, વોર્ડ નંબર 6ના ઉમેદવાર રામાભાઈએ જંગી બહુમતીથી વિજ્ય મેળ્યો હતો. જે બદલ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, છાયા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ જોષી, ઉપ પ્રમુખ છાયાનગર સેવા સદન જીવાભાઇ ભૂતિયા, મહામંત્રી મુકેશભાઇ ઠકરાર, ભીખુભાઇ ગૌસ્વામી, ગાંગાભાઇ ઓડેદરા અને વિજયભાઇ ઓડેદરા સહિત સર્વે કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

પોરબંદરના છાયાનગર સેવા સદનની પેટાચૂંટણી વોર્ડ નમ્બર 6માં ભાજપનો વિજય
Last Updated : Oct 25, 2019, 5:39 AM IST

ABOUT THE AUTHOR

...view details