ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાદર-2 ડેમ 90 ટકા ભરાયો, આસપાસના ગોમોને નદીના પટમાં ન જવા તંત્રની અપીલ - ભાદર નદી

ભાદર-2 ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. જળાશયમાં પાણી આવક વધતા ગમે ત્યારે પાણી ભાદર નદીમાં છોડવામાં આવનાર છે. ભાદર-2 ડેમનું પાણી ભાદર નદીમાં ભળતુ હોવાથી આસપાસના ગામોને નદીના પટમાં અવર-જવર ન કરવા કહેવામાં આવ્યું છે.

ભાદર
ભાદર

By

Published : Jul 15, 2020, 9:18 PM IST

પોરબંદર: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે. ઘણી જગ્યાઓ પર બારેય મેઘ ખાંગા થયા છે, જેને પગલે ડેમો લગભગ ભરાવા લાગ્યા છે.

આ તરફ ભાદર-2 ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. જળાશયમાં પાણી આવક વધતા ગમે ત્યારે પાણી ભાદર નદીમાં છોડવામાં આવનાર છે. ભાદર-2 ડેમનું પાણી ભાદર નદીમાં ભળતુ હોવાથી કુતિયાણા તાલુકામાં થઇને કુતિયાણા તથા પોરબંદરના ઘેડ વિસ્તારમાં આવે છે.

જેને પગલે કુતિયાણા તાલુકાના ભોગસર, બીલડી, ચૌટા, છત્રાવા, કટવાણા, કુતિયાણા શહેર, માંડવા, પસવારી, રોઘડા, સેગરસ, થેપડા તથા પોરબંદર તાલુકાના મિત્રાળા, નવીબંદર, ચિકાસા અને ગરેજના ગામ લોકોએ નદીના પટમાં અવર જવર નહીં કરવા જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details