જિલ્લાના કોરિવાળમાં શ્રી તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ વાડી ખાતે પોરબંદરના સંજય હરિભાઈ બપોદરાના દીપ્તિ હરિલાલ ભોગયતા સાથે એક અનોખા આદર્શ લગ્ન યોજાયા હતા.
જેમાં વરકન્યા પક્ષના વાલીઓએ માત્ર 151 રૂપિયા ભરીને આ લગ્ન વિધિ કરાવી હતી અને સમાજમાં અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
અહીં થાય છે માત્ર 151 રૂપિયામાં આદર્શ લગ્ન ! - porabandar
પોરબંદરઃ વર્તમાન સમયમાં અનેક યુગલો લગ્નમાં મોટા ખર્ચા કરતા હોય છે. બિનઉપયોગી ખર્ચમાં રૂપિયાનો વ્યય કરવાને બદલે શ્રી પોરબંદર તળપદ બરડાઈ બ્રાહ્મણ જ્ઞાતિના વડીલોએ વર્ષોથી આદર્શ લગ્ન પદ્ધતિ અપનાવીને અનોખી રાહ ચીંધી છે. જેનો આજે પણ અનેક લોકો લાભ લઇ રહ્યા છે.
વર્તમાન સમયમાં લગ્ન-પ્રસંગના ખર્ચા ખુબ વધતા જાય છે. સ્થિતિ સંપન્ન પરિવારો વૈભવનું પ્રદર્શન કરવા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે અને પછી તેઓનું જોઈને અન્ય સામાન્ય માણસો પણ આવા પ્રસંગોએ પોતાની સક્ષમતા કરતા વધુ ખર્ચો કરે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે શ્રી તળપદ બરડાઇ બ્રહ્મ સમાજ દ્વારા આ પ્રકારના આદર્શ લગ્નના આયોજન ખૂબ જરૂરી બન્યા છે. આ લગ્નમાં જમણવાર ડેકોરેશન તથા અન્ય ઝાકમજોળનો ખર્ચ કરવામાં આવતો નથી. માત્ર 151 રૂપિયા લઇને મામૂલી ખર્ચમાં આ પ્રસંગ વિધિસર પૂર્ણ થઇ જતો હોવાથી સામાન્ય પરિવારોને આર્થિક બોજ પણ પડતો નથી.