પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા મુખ્યપ્રધાન દ્વારા યોજવામાં આવેલી જાહેર સભાનો બહિષ્કાર ખારવા સમાજના પ્રમુખને એક પત્રમાં ધારાસભ્ય બોખરીયાના જણાવ્યા અનુસાર ખારવા સમાજના આગેવાનો અને ભાજપ સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા સુનીલ ગોહિલ, ભરત મોદી, અને દિપક જુગી નિષ્ક્રિય સભ્યો હતા.
કોંગ્રેસે પરદા પાછળ રહી ખારવા સમાજમાં વિવાદ ઉભો કરાવ્યો: ધારાસભ્ય બોખીરિયા
પોરબંદર: મુખ્યપ્રધાન વિજય રૂપાણી 15 એપ્રિલના રોજ ભાજપની સભામાં આવે તે પહેલાં જ પોરબંદરમાં ખારવા સમાજ અને ભાજપમાં વિવાદ ઊભો થયો હતો. જેથી ખારવા સમાજના પ્રમુખ દ્વારા સમગ્ર જ્ઞાતિ વતી આ સભાનો વિરોધ કરી સભાનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ સમગ્ર વિવાદને કોંગ્રેસ દ્વારા પરદા પાછળ રહી ખારવા સમાજમાં વિવાદ ઊભો કરાવ્યા હોવાનું ધારાસભ્ય બાબુ બોખિરીયાએ આક્ષેપો કર્યા છે.
જેમાં સુનિલભાઈ ગોહિલ ખારવા સમાજના મુખ્ય રણછોડભાઈ શિયાળ ભાજપમાં પ્રવેશ અંગે વાતચીત કર્યા બાદ બાબુભાઈએ તેમને 2013માં ભાજપના કાર્યકર કિશોર બરીદુન સાથે બનેલી એક દુઃખદ ઘટના કારણે તેમાં વૈમનસ્ય ઊભું થયું હતું. જેનું સમાધાન કરવા જણાવ્યું હતું
મર્યાદિત સમયના કારણે તે શક્ય ન બન્યું હતું. જેથી રણછોડભાઈનો ભાજપ પ્રવેશ મુલતવી રાખવામાં આવ્યો હતો. પરંતુ ખારવા સમાજ દ્વારા રેલી લઇને સભા સુધી આવવાનું હતું. જે તેઓએ જાતે જ મુલતવી રાખ્યું હતું. ખારવા સમાજની રેલી ધારાસભ્ય બોખીરિયા અને ખીમજી મોતીવરસે દ્વારા રદ્દ કરવામાં આવી હોવાના સમાચારને પાયા વિહોણા ગણાવી કોંગ્રેસે પરદા પાછળ રહી વિવાદ ઉભો કર્યાનો આક્ષેપ ધારાસભ્ય કર્યા હતા.