પોરબંદરઃ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઈલ દૂર પોરબંદરના (Salala in Oman)વહાણે જળ સમાધિ લીધી છે. આ રાજ સાગર નામના વહાણ (Raj Sagar ship)દુબઈથી યમન જુના વાહનો ભરી જવા નિકળ્યું હતું. ઓમાનના દરિયામાં (ship took a jalasamadhi) જળસમાધિ લીધી હતી. વહાણમાં સવાર કેપટન સહિત 2 લોકોના મૃત્યુ થયા છે. અન્ય ક્રુ મેમ્બરોને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચવ્યાં હતા.
આ પણ વાંચોઃcapture bot in Pakistani: દેવભૂમિ-દ્વારકાની જળ સીમા પર કોસ્ટગાર્ડે બે પાકિસ્તાની બોટ ઝડપી
કેપટન સહિત 2 ના લોકોના મોત -આ વહાણ પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હીરાલાલ ગગનભાઈ શિયાળ ઉર્ફ ઇકુભાઈ શિયાળ માલિકીનું હોવાનું જાણવા મળ્યું છે. આ વહાણનો કાટમાળ અને વહાણમાં ભરેલી જૂની ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઈ આવ્યા હોવાની પણ વિગતો મળી છે. આમ વહાણ માલીકને કરોડોનું નુક્શાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોરબંદરના રાજ સાગર નામના વહાણમાં સવાર કેપટન સહિત 2 ના લોકોના મૃત્યુ થયા છે. ત્યારે અન્ય ક્રુ મેમ્બરોને સ્થાનિક મરીન પોલીસે રેસ્ક્યુ કરી બચવ્યા હતા.
આ પણ વાંચોઃદીવમાં બોટની જળ સમાધિ, એક માછીમારનું થયું મોત