ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપને સત્તા પરથી ઉખેડી નાખવા કૉંગ્રેસ ઉતરી મેદાને, યોજી યુવા પરિવર્તન યાત્રા - Porbandar Congress

પોરબંદરમાં કૉંગ્રેસે (Gujarat Congress New) યુવા પરિવર્તન યાત્રા યોજી હતી. અહીં કૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયા (arjun modhwadia) રિક્ષામાં બેસીને નવી સ્ટાઈલમાં યાત્રા (Congress Yuva Parivartan Rally in Porbandar) યોજી હતી. જોકે આ યાત્રામાં રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત પણ આવવાના હતા. પરંતુ તેઓ આવી શક્યા નહતા.

ભાજપને સત્તા પરથી ઉખેડી નાખવા કૉંગ્રેસ ઉતરી મેદાને, યોજી યુવા પરિવર્તન યાત્રા
ભાજપને સત્તા પરથી ઉખેડી નાખવા કૉંગ્રેસ ઉતરી મેદાને, યોજી યુવા પરિવર્તન યાત્રા

By

Published : Oct 11, 2022, 11:45 AM IST

પોરબંદરચૂંટણીને હવે ગણતરીના મહિના (Gujarat Elections) બાકી છે. ત્યારે કૉંગ્રેસે હવે ગ્રાઉન્ડ પર કામ કરવાનું શરૂ કરી (congress campaign in gujarat) દીધું છે. ત્યારે હવે પોરબંદર જિલ્લામાં કૉંગ્રેસે (Porbandar Congress) યુવા પરિવર્તન યાત્રા (Congress Yuva Parivartan Rally in Porbandar) યોજી હતી. અહીં કૉંગી નેતા અર્જૂન મોઢવાડિયા રિક્ષામાં બેસીને યાત્રામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન મોઢવાડિયાએ (arjun modhwadia) કૉંગ્રેસને સમર્થન આપવા લોકોને આહ્વાન કર્યું હતું.

યાત્રામાં મોઢવાડિયા પણ જોડાયા

મતદારોને આકર્ષવા કૉંગ્રેસનો નવી કિમીયો ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections) આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર મોટી મોટી સભાઓ અને રેલીઓ યોજાઇ રહી છે અને મોટા મોટા નેતાઓ મતદાતાઓને આકર્ષવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પોરબંદરમાં પણ કૉંગ્રેસ દ્વારા આજે યુવા પરિવર્તન યાત્રા (Congress Yuva Parivartan Rally in Porbandar) યોજવામાં આવી હતી.

યાત્રામાં મોઢવાડિયા પણ જોડાયા યાત્રામાં કૉંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયા (arjun modhwadia) સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કરલી ભૂલથી શરૂ થયેલ રેલી સુદામા ચોક સુધી પહોંચી હતી અને સુદામા ચોકમાં પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપને હટાવવાનો હેતુ કૉંગ્રેસના આગેવાનો અર્જૂન મોઢવાડિયાએ (arjun modhwadia) જણાવ્યું હતું કે, યુવા પરિવર્તન યાત્રા (Congress Yuva Parivartan Rally in Porbandar) સોમનાથથી આજે પોરબંદર પહોંચી છે, જેનો હેતુ ભારતીય જનતા પાર્ટીને હટાવવાનો છે અને ગુજરાતમાં પોરબંદર સહિતના જિલ્લાઓમાં નવા કામો થાય અને કૉંગ્રેસના સંકલ્પ પત્ર મુજબ ખેડૂતો યુવાનો અને માછીમારો સહિતના લોકોને લાભ આપવા જણાવ્યું હતું.

ધારાસભ્યો જોડાયા પોરબંદરમાં અને ગુજરાતમાં અધિકારીઓને ભાજપનો ઢંઢેરો લઈને કાયદા નેવે મૂકી ભાજપના કાર્યકર્તા બનવાની કોશિશ ન કરવા જણાવ્યું હતું. ભૂતકાળમાં પણ અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે. આથી અધિકારીઓએ એજન્ડા ન ચલાવવા અધિકારીઓને. કૉંગી નેતા અર્જૂન મોઢવાડિયાએ ચેતવણી આપી હતી. તો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમરીશ ડેર, ગુજરાત મહિલા સેવાદળનાં પ્રમુખ પ્રગતિબેન આહીર અને ગુજરાતના યુવા પ્રભારી સહિતના યુવા આગવાનો જોડાયા હતા. મોટી સંખ્યામાં કૉંગ્રેસ કાર્યકર્તા ઓ પણ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details