- પોરબંદર છાયા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી
- કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા સરજુ કારિયાને બનાવાયા પ્રમુખ
- સરજુ કારિયા ગઈ ટર્મમાં ઉપપ્રમુખ રહ્યા હતા એટલે તેમને પ્રમુખ બનાવાયા
- પોરબંદરમાં પાયાની સુવિધાઓથી માંડી વિકાસકાર્યોને વેગ આપવાની કહી વાત
પોરબંદરઃ પોરબંદર છાયા નગરપાલિકામાં નવા માળખાના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ નગરપાલિકાના પ્રમુખ તરીકે સરજુ કારિયા અને ઉપપ્રમુખ તરીકે ભારતી જુંગીની વરણી કરાઈ છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શૈલેષ જોશી અને દંડક તરીકે પાયલ બાપોદરાની પસંદગી કરાઈ છે. નવનિયુક્ત તમામ સભ્યોને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચોઃઉના પાલિકાના પ્રમુખ પદે પૂર્વ ધારાસભ્યની પુત્રીની વરણી કરવામાં આવી