- પોરબંદર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષની વરણી કરાઈ
- ચૂંટણીમા બહુમતીથી જીત મેળવી ભાજપે ભગવો લહેરાવ્યો હતો
- પ્રમુખ અને ઉપ્રમુખની વરણી બાદ વિવિધ સમિતિના અધ્યક્ષ વરણી કરાઈ
- તમામ નવા હોદ્દેદારોએ સુકાન સંભાળ્યું
પોરબંદર: જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મંજુ કારાવદરા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલ કોઠારીનાંની વરણી કરવામાં આવી હતી. આજે તારીખ 8 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત ખાતે વિવિધ સમિતિઓના અધ્યક્ષની વરણી કરવા માટે એક બેઠક યોજાઇ હતી. જેમાં સમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ખેડામાં તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
રમેશ ઓડેદરાની કારોબારી અધ્યક્ષ તરીકે વરણી
જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં કારોબારી અધ્યક્ષ તરીકે રમેશ ઓડેદરા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે હેમંતભાઈ ડોડીયા તથા શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે આવડા ભાઇ ઓડેદરાની વરણી કરાઈ હતી.
પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વરણી કરાઈ
આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કારીબેન વરૂ તથા બાંધકામ સમિતિના અધ્યક્ષ તરીકે ભુરાભાઈ કેશવાલા અને અપીલ સમિતિના અધ્યક્ષ તરીકે મંજુબેન વનરાજભાઈ કારાવદરા તથા સમિતિના અધ્યક્ષ તરીકે ભારતીબેન ભુવા અને ICDSનાં અધ્યક્ષ તરીકે લક્ષ્મી મોદીની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુ કારાવદરા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આ વરણી કરવામાં આવી હતી.