ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ખાપટ વિસ્તારના મંદિરમાં ગેરકાયદેસર પેશકદમી દૂર કરવા માગ - gujarat newsa

પોરબંદરઃ શહેરમાં અનેક સ્થળોએ પેશકદમી કરવામાં આવી ગઈ છે ત્યારે પોરબંદરના કોલીખડા રોડ ઉપર ખાપટ મુકામે ગેરકાયદેસર રીતે મંદિરવાળી જગ્યામાં વંડો વાળી પેશકદમી કરેવામાં આવી છે. જેનો વિરોધ કરી શિવસેના દ્વારા પોરબંદર નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Jun 1, 2019, 2:56 AM IST

પોરબંદરના ખાપટ રોડ આવેલા નાગદેવતાનું મંદિરમાં અવારનવાર સામાજિક કાર્યો થતા હોય છે ત્યારે આ મંદિર નજીક પડેલી ખુલ્લી જગ્યામાં ચાર-પાંચ દિવસથી અજાણ્યા શખ્સોએ કોઈપણ જાતની પરવાનગી કે સંમતિ લીધા વગર કાચી દિવાલ બનાવેલ છે અને આ દીવાલ બનાવવાથી મંદિરમાં આવતા દર્શનાર્થીઓ તથા બાળકોને રમવા માટે મળતી ખુલ્લી જગ્યા પણ બંધ થયેલ હોય જેથી ખોટી રીતે બિનજરૂરી દિવાલ બનાવેલ છે.

પોરબંદરમાં ગેરકાયદેસર પેશકદમી દૂર કરવા કરી માંગ

આથી આ અંગે જરૂરી ખરાઈ કરી દિવાલ બનાવેલ જેને તાત્કાલિક ધોરણે દૂર કરવા હુકમ કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને શિવસેનાના પ્રમુખે તારીખ 23-5-2019ના રોજ જણાવ્યું હતું અને પાલિકા દ્વારા ત્યાં 24 કલાકમાં દિવાલ હટાવવાની નોટિસ પણ પાઠવી હતી પરંતુ, ઘણા દિવસ વિત્યા બાદ પણ દિવાલ હટાવાઈ નથી જેથી શિવસેનાના પ્રમુખ અને કાર્યકરોએ ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાજુ શેખને આવેદન પત્ર પાઠવ્યું હતું અને જો કામગીરી કરવામાં નહીં આવે તો શિવસેના દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સેનાના પ્રમુખ રાજુભાઈ ઓડેદરાએ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details