પરંતુ છેલ્લા ઘણા વર્ષો થી અનેક પ્રાઇવેટ સ્કૂલોમાં નિયમનું પાલન કરવામાં આવતું નથી. તેના વિરૂદ્ધ પગલાં ક્યારે લેવાશે તે જોવાનું રહયુ. પોરબંદર જિલ્લામાં કુલ 121 જેટલી સ્કૂલ આવેલી છે. જેમાં મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલોમાં નિયમોનું પાલન થતું નથી અને વિવિધ સુવિધાઓનો અભાવ હોવા છતાં વર્ષોથી ચાલી રહી છે.
પોરબંદરમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું વેરિફિકેશન હાથ ધરાયું - Gujarati News
પોરબંદરઃ જિલ્લામાં આવેલી તમામ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભર સહિત વેરિફિકેશનનું કાર્ય હાથ ધરાયું છે. જેમાં શાળાઓમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને શાળાઓમાં તમામ સુવિધાઓ અને નિયમ મુજબ ચાલે છે કે કેમ તે અંગેની ખરાઈ કરવામાં આવે છે.
શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓનું વેરિફિકેશન હાથ ધરાયું !તંત્રનું કુણું વલણ
ત્યારે તેવી સ્કૂલો સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેમાં તંત્ર દ્વારા કોઈ કડક પગલા ન લેવાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. નજર સામે સ્કૂલોમાં મેદાન ન હોય તો પણ બિન્દાસ વહીવટ ચાલી રહ્યા છે. ત્યારે અન્ય સુવિધાઓ અંગે લોકોમાં પણ જાગૃતિ આવે અને શિક્ષણને વ્યવસાય બનાવી બેઠેલા લોકો પર ખાસ કડક પગલા લેવાય તેવી લોક દ્વારા માંગ કરવામાં આવી છે.