પોરબંદરઃ મહેર સમાજ દ્વારા તારીખ 1-4-2019ને રવિવારના રોજ સવારે 8 કલાકે રિણાવાડા ગામ ખાતે આવેલા નાથા ભગતની મેડીથી શરૂ થયેલી આ પદયાત્રા સીમાણી, બાબડા ભારવાડા, બગવદર ખામ્ભોદર, કુણવદર, હાથલા થઈને ગડુ રસ્તે પૂજ્ય નાથા ભગતે જે સ્થળે આખરી શ્વાસ લીધા હતા, તે સ્થળે પૂજ્ય નાથા ભગતની જગ્યા સુધી પદયાત્રા યોજાઈ હતી.
પોરબંદરમાં વ્યસન મુક્તિ-શૈક્ષણિક જાગૃતિ પદયાત્રાનું આયોજન - પદયાત્રા
પોરબંદરમાં મહેર જ્ઞાતિના વીર નાથા ભગત મોઢવાડીયાની સ્મૃતિમાં તેમજ મહેર સમાજમાં એકતા વધે, શૈક્ષણીક જાગૃતિ કેળવાય અને યુવા પેઢી વ્યસનોના જંગલમાંથી દૂર રહે, તે માટે છઠ્ઠી પદયાત્રાનું આયોજન શૂરવીર નાથાભગત સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
વ્યસન મુક્તિ-શૈક્ષણિક જાગૃતિ પદયાત્રાનું આયોજન
આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહેર સમાજના અગ્રણીઓ તથા લોકો જોડાયા હતા. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પોરબંદર સહિતના વિસ્તારોમાં વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવવામાં આવે છે. જેમાં નશાબંધી અને આબકારી ખાતા પોરબંદર તરફથી વ્યસન મુક્તિ અંગે લોકોને માહિતગાર કરવામાં આવે છે.
આ પ્રસંગે મહેર સમાજના અગ્રણી અર્જુનભાઈ મોઢવાડિયા, હિરલબા જાડેજા, રાણીબેન કેશવાલા, રાણાભાઈ ઓડેદરા સહિતના મહેર સમાજના આગેવાનો જોડાયા હતા.