ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ફસાયેલા રાજસ્થાનના 155 જેટલા શ્રમિક પોતના વતન જવા રવાના

કોરોના વાઈરસને કારણે ચાલી રહેલા લોકાડઉનમાં વિવધ રાજ્યોના મજૂરો વિભિન્ન રાજ્યોમાં ફસાયાં છે. જેથી ગુજરતા સરકાર દ્વારા હાલ તે તમામ મજૂરોને ટ્રેન અને બસ મારફતેે પોતના વતન પરત રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદરથી પણ રાજસ્થાનના મજૂરોને બસ મારફતે વતન રવાના કરવામાં આવ્યાં છે.

Etv bharat, Workers
Rajthan workers

By

Published : May 8, 2020, 4:43 PM IST

પોરબંદરઃ પોરબંદર ઉદ્યોગનગર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં કામ કરતા રાજસ્થાનના 155 જેટલા શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ 3 બસમાં ઉદયપુર રવાના કરાયા હતા.

પોરબંદરમાંં કામ કરતાં રાજસ્થાનના 155 જેટલા મજૂરોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યા હતા. આ તકે શ્રમિકોએ ગુજરાત રાજ્ય સરકાર તથા પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી વિભિન્ન રાજયોના મજૂરો વિવિધ રાજ્યોમાં ફસાયા છે.

ત્યારે ધંધા રોજગાર માટે પોતાના વતનથી દૂર નોકરી કરતા શ્રમિકો, કર્મચારીઓ સહિતના પરપ્રાંતિયો પોતાના વતનમાં જઇ શકે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્રારા રાજસ્થાનના 155 શ્રમિકોને 3 બસ મારફત વતન જવા માટેની વ્યવસ્થા કરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details