આ બાબતે પોરબંદર 108ના એક્ઝિક્યુટિવ શ્રેયશ ગઢિયાના જણાવ્યું હતું, કે ગત એપ્રિલ અને મે મહિનામાં પોરબંદર જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી ગરમીના કારણે લોકોનો સ્વાસ્થય ખરાબ થયો હોય તેવા કોલ આવ્યાં હતાં. ત્યારે 108 એમ્બ્યુલન્સએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી સારવાર આપી હતી. જેમાં પેટના દુઃખાવાના 109, હાઈ-લો બ્લડ પ્રેશરના 62, છાતીના દુઃખાવોના 94, બેભાન થવાની 24, ચક્કર આવવાના લીધે પડી ગયા હેય તેવા 61, ઝાડા ઉલ્ટીના 52, નસકોરી ફુટવાના 05, ગરમીના લીધે અર્ધબેભાન અવસ્થાના 20 અને ઉલ્ટીના 86 કેસ મળીને ફક્ત બે જ મહિનામાં કુલ 513 દર્દીઓ ગરમીના શિકાર બન્યા હતા.
પોરબંદરમાં ગરમીથી લોકો ત્રાહીમામ, 513 દર્દી ગરમીનો શિકાર બન્યા - GujaratiNews
પોરબંદર: રાજ્યના પોરબંદર જિલ્લામાં ગત એપ્રિલ અને મે માસમાં પડેલી આકરી ગરમીમાં કુલ 513 દર્દીઓ ગરમીના શિકાર બન્યા છે. જે દર્દીઓ ગરમીનો શિકાર બન્યા તેમને 108 દ્વારા સારવાર આપી દવાખાને ખસેજવામાં આવ્યાં હતાં.
ફાઇલ ફોટો
108ની અલગ અલગ ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દર્દીઓને તુરંત સારવાર આપી હતી. આમ પોરબંદર જિલ્લામાં 108 ની ટીમે 513 દર્દીઓને નવજીવન આપ્યું હતું.