- પોરબંદરમાં ટેલી મેડિસિન સેવા શરૂ
- 7 ડોક્ટરો ટેલી મેડિસિન સેવા આપશે
- દર્દી ટેલિફોનિક માર્ગદર્શન અને સારવાર મેળવી શકે છે
પોરબંદરઃ દેશમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે પોરબંદરમાં પણ અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે અને તમામ હોસ્પિટલો ફૂલ છે જેથી દર્દીઓને ખુબ પરેશાની ભોગવવી પડી રહી છે. જેથી આ સંજોગોમાં દર્દીને ઘરે બેઠા ટેલિફોનિક સારવાર અને માર્ગદર્શન મળી રહે તે માટે પોરબંદરમાાં કોવિડ હેલ્પલાઇન એસોસિએશન દ્વારા ટેલી મેડિસીન સેવા શરૂ કરવામાં આવી છે.
દર્દીઓને ઘરે બેસીને સારવાર મળી રહે તે માટે ટેલી મેડિસિન સેવા શરૂ કરાઈ
કોવિડ હેલ્પલાઈન એસોસિએશન દ્વારા દર્દીઓને સેવા માટે તમામ પ્રકારની જરૂરી સાધનસામગ્રી પૂરી પાડવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વધારે ક્રિટિકલ ન હોય તેવા દર્દીઓને ઘરે બેસીને સારવાર મળી રહે તે માટે હેલ્પલાઇન એસોસિએશન દ્વારા ટેલી મેડિસિન સેવાનો પ્રારંભ કરવા શહેરના ડોક્ટરોને અપીલ કરવામાં આવી હતી. જેથી અપીલને માન આપી પોરબંદરના 7 ડોક્ટરે ટેલી મેડિસિનમાં સેવા આપવાની તૈયારી બતાવી છે.