પોરબંદરમાં મતદાન જાગૃતિ અંગે યોજાઇ રેલી - gujarat
પોરબંદર: લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદાન જાગૃતિ માટે પોરબંદરમાં સુદામા ચોકથી માણેક ચોક સુધી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વિવિધ શાળાના વિધાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા.
સ્પોટ ફોટો
પ્રાપ્ત વિગતો અનુસાર, આ રેલીમાં વિધાર્થીઓએ આપનો વોટ આપની તાકાત, મતદાન પવિત્રદાન, તારીખ ૨૩ મી એપ્રિલે ગુજરાત કરશે મતદાન સહિતના પ્લેકાર્ડ પ્રદર્શિત કરી મતદાન જાગૃતિનો સંદેશો ઘરે-ઘરે પહોચાડ્યો હતો. મતદાર જાગૃતિ રેલી બાદ માણેકચોકમાં SBI બેંન્ક ખાતે EVM/VVPATનું નિદર્શનનું પણ અયોજન કરાયું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.