- જેલમાં સજા ભોગવતો કાચા કામનો કેદી ફરાર
- પેરોલ ફર્લો સ્કોડે બાતમીના આધારે આરોપીની ધરકપડ કરી
- કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ કરાવી આરોપીને જેલમાં પરત મોકલ્યો
પોરબંદર: શહેરની ખાસ જેલમાં સજા ભોગવતો કાચા કામનો એક 'રામજાને' નામનો કેદી વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયો હતો. જેને પોરબંદર પેરોલ ફર્લો સ્કોડે તેના રહેણાંક મકાન પાસેથી પકડી પાડ્યો હતો.
પોલીસે કેદી રામજાનેને તેના ઘર પાસેથી જ ઝડપી પાડયો
પોરબંદરના કડિયા પ્લોટમાં શેરી નંબર 1 માં રહેતો દિલીપ ઉર્ફે 'રામજાને' ગોવિંદ પરમાર પોરબંદરની ખાસ જેલમાં હતો. તે દરમિયાન વચગાળાની જામીન મેળવી ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસ મહાનિર્દેશકની કચેરી ગાંધીનગરની સૂચના અંતર્ગત અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન સાથે પોરબંદર પેરોલ ફર્લો સ્કોડને બાતમી મળી હતી કે, આ ફરાર થયેલા કેદી રામજાને પોતાના રહેણાંક મકાન કડિયા પ્લોટ શેરી નંબર 1 માં આવેલ છે. જેથી પોલીસે પેરોલ ફર્લો સ્કોડ અને SOG એ બાતમીના આધારે ફરાર આરોપી રામજાનેને પકડી કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ કરાવી પોરબંદર ખાસ જેલમાં પરત મોકલ્યો હતો. વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીને પકડવામાં પેરોલ ફર્લો ટીમને વધુ એક સફળતા મળી હતી.