- આદિત્યાણાના શખસને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરાયો
- ભીમા દુલા ઓડેદરા પર ફાયરિંગ કર્યાના ગુનાનો આરોપી
- જિલ્લા મેજિસ્ટ્રેટ પોરબંદર દ્વારા પાસા વોરન્ટ ઈશ્યુ કરાયું હતું
- SOG ટીમે આ આરોપીનો હવાલો સંભાળી અટક કરી સુરત મધ્યસ્થ જેલ હવાલે કર્યો
પોરબંદરઃ ભીમા દુલા ઓડેદરા ઉપર ફાયરિંગના ચકચારી બનાવમાં આરોપી સલીમ ઈસ્માઇલ ઉર્ફે ટી.ટી. મુંદરાને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે. એસઓજી ટીમે આ આરોપીનો હવાલો સંભાળી અટક કરી સુરત મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. પોરબંદર જિલ્લાના આદિત્યાણાના ભીમા દુલા ઓડેદરા ઉપર ચકચારી ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ કરનારા આરોપી સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટી.ટી. મુંદરા આદિત્યા વાળા સામે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા વોરન્ટ ઈશ્યું કર્યું હતું.