પોરબંદરઃ જિલ્લા માધવપુરથી મિયાણી સુધી બિલ્ડીંગ લાઇમ સ્ટોનની ખાણો આવેલી છે. તેમાં કેટલીક ખાણો કાયદેસર અને ગેરકાયદેસર હોવાનો વિવાદ અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે. કેટલાક ખાણ માલિકોએ ખનન કામગીરી કરીને સરકારને લાખો રૂપિયા ટેક્સ કે દંડની રકમ નહીં ભરતા ભૂસ્તર શાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગે આવા અનેક લોકોને નોટિસો ફટકારતા કેટલાંક ખાણ માલિકો નોટિસ મળતા હરકતમાં આવી ગયા છે અને દંડની રકમ માટે કાયદાનો સહારો લેવા દોડધામ કરી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગે કુલ 9 ઈસમોને નોટિસો ફટકારી છે અને દંડની રકમ ભરપાઈ કરવા જણાવ્યું છે. જેમાં પોરબંદર જિલ્લામાં 9 ખનીજ ચોરીની નોટિસ ફટકારવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા 9 શખ્સોને નોટીસ ફટકારાઈ - GMMCR
પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરીમાં સરકારને લાખો રૂપિયા ટેક્સ કે દંડની રકમ નહીં ભરતા ભૂસ્તર શાસ્ત્રી અને ખાણ ખનીજ વિભાગે નવ લોકોને નોટિસો ફટકારી છે.
પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરીમાં 9 લોકોને નોટિસ
હિસાબી વર્ષ 2019/20ના વર્ષમાં 31,16,64000ની ખનીજ ચોરી બહાર આવી કોસ્ટલ વિસ્તારોમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જિલ્લા વહીવટી તંત્રની કડક કાર્યવાહી GMMCR રૂલ્સ 2017 મુજબ અપાઈ નોટિસ દંડ ભરપાઈ ન કરતા કેશ દાખલ કરવામાં આવ્યા.
Last Updated : Feb 19, 2020, 10:23 PM IST