પોરબંદરઃ સાગરપુત્ર સમન્વય સંસ્થાએ જરૂરિયાતમંદોને 700 સાડી અને 500 નાસ મશીનનું વિતરણ કર્યું હતું. કોરોનાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને આ સંસ્થાએ મદદ પહોંચાડી હતી. પોરબંદર સ્થિત સાગરપુત્ર સમન્વય સંસ્થાના પ્રમુખ પ્રવીણ ખોરાવાના માતા સ્વ. નાથી ખોરાવાની સ્મૃતિમાં શહેરના જૂરિબાગ વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ બહેનોને 700 સાડીનું વિતરણ કર્યું હતું.
પોરબંદરમાં જરૂરિયાતમંદોને 700 સાડી, 500 નાસ મશીનનું વિતરણ કરાયું
પોરબંદરમાં સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને 700 સાડી, 500 નાસ મશીનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોનાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને આ સંસ્થા દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી.
પોરબંદરમાં જરૂરિયાતમંદોને 700 સાડી, 500 નાસ મશીનનું વિતરણ કરાયું
આ ઉપરાંત કોરોના કાળ વચ્ચે જરૂરિયાતમંદ પરિવારોને નાસ મશીન આપવાના ઉદ્દેશ સાથે 500 નાસ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. હજી 150 મશીન મગાવ્યા છે, જેનું પણ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 650 જેટલા બાળકોને 1950 જેટલી નોટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ પ્રવીણ ખોરવાએ કહ્યું કે, અમારી સંસ્થા જરૂરિયાતમંદોને ચીજવસ્તુઓનું વિતરણ કરતી રહેતી હોય છે.