પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકાના 616 થોક નં. 1,76,074 પેજ, રાણાવાવ તાલુકાનાં 375 થોકનાં 1,20,244 પેજ અને પોરબંદર તાલુકાના 1245 થોકનાં 3,34,446 પેજ એમ જિલ્લાનાં કુલ 2236 થોકનાં 6,30,764 પેજનું જતન પૂર્વ સ્કેનીંગ કરવામાં આવ્યુ છે.
2004 પછીનું તમામ રેકર્ડ ઓનલાઇન છે. પરંતુ એ પહેલાનું રેકર્ડ ઓનલાઇન કરવા 7/12ના ઉતારાનું સ્કેનીંગ કરવું આવશ્યક હતું. પોરબંદર જિલ્લા વહિવટીતંત્રએ આ સ્કેનીંગ કામગીરી પૂર્ણ કરી છે.
7/12 પત્રકમાં કઇ માહિતી હોય છે ?
7/12 એટલે કે જમીન રેકર્ડ માટે નક્કિ કરેલા 18 પત્રકો પૈકી પત્રક નં.7 અને પત્રક નં.12 એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને 7/12 કહે છે. પત્રક 7માં જમીનની માલકી, ક્ષેત્રફળ, જમીનનો સત્તા પ્રકાર, ખેતરનું નામ, જમીનનો ઉપયોગ, જમીનના કબ્જેદારની વિગતો તેમજ બોજા અને બીજા હકોની વિગતો નોંધાયેલ હોય છે.
જ્યારે ગામ નુમનાનં.12માં આ જમીનમાં લેવામાં આવેલ પાકની વિગતો સિંચાઇના સાધનોની વિગતો તથા પાકનો વિસ્તાર દર્શાવવામાં આવેલ હોય છે. સને 2004 પછીના 7/12 ગામ નમુના નં.7 તથા ગામ નમુના નં.12 અલગ અલગ ઓનલાઇન મેળવી શકાય છે. જ્યારે સને 2004 પહેલાના 7/12 એ સંયુક્ત નમુનો છે.