પોરબંદર ખાતે એમ.ઇ.એમ. શાળામાં તથા સંસ્કાર સત્સંગ હોલ ખાતે સ્થળાંતરિત થયેલા લોકોને પરોઠા સાથે બટેટાનું શાક તથા ખીચડીનું ભોજન આપવામાં આવ્યુ હતું. ઉપરાંત જિલ્લાની શાળાઓમાં આશ્રય મેળવી રહેલા લોકોને, શિક્ષકો, મધ્યાહન ભોજન યોજના સંચાલકો, આંગણવાડી વર્કર બહેનોએ તંત્રના સહયોગમાં રહીને ભોજન વ્યવસ્થા સંભાળી હતી.
પોરબંદરના આશ્રયસ્થળો પર 62 જેટલા કોમ્યુનિટી કીચન શરૂ કરાયા
પોરબંદર: અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાયુ વાવાઝોડાના સંદર્ભે જિલ્લામાં 40 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમની ભોજન વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકોના સહયોગથી આશ્રયસ્થળો પર 62 કોમ્યુનિટી કીચન શરૂ કરાયા હતા.
Porbandar
વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓએ જરૂરિયાત મુજબ 10450 જેટલા ફુડ પેકેટ તાત્કાલિક ધોરણે બનાવી સ્થળાંતરિત લોકોને વિતરણ કર્યા હતા. જેમાં રામધુન મંડળ, ચામુંડા અન્નક્ષેત્ર અને જી.એસ.સી સ્કુલ, સત્યનારાયણ અને સ્વામિનારાયણ મંદિર, હરી મંદિર તેમજ જલારામ મંદિર દ્વારા ફુડ પેકેટ તૈયાર કરાયા હતા. રામધુન મંડળના કેયુર જોષી તેમજ રામજી બામણીયા, હિતેષ ચંદારાણા, અરજણ ઓડેદરા, પૂર્ણેસ જોષી, સંજય કારીયા, લાખણસી ગોરાણીયા સહિત અન્ય લોકો સહયોગી થયા હતા.