પોરબંદરઃ પોરબંદરમાં કોરોનાનો કહેર વધતો જઈ રહ્યો છે. આજે ગુરુવારના કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું હતું. પોરબંદરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 703 થઈ ચૂકી છે.
પોરબંદરમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, 1નું મોત - કોરોના પોઝિટિવ કેસ
પોરબંદરમાં પણ કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. આજે ગુરુવારના રોજ કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું હતું. પોરબંદરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 703 થઈ છે.
પોરબંદરના ખાપટમાં રહેતા 26 વર્ષના યુવક, કમલાબાગમાં રહેતા 37 વર્ષનો પુરુષ તથા અમરદળના 52 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજ રોજ કુલ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે થયેલા મોતનો આંકડો 67 સુધી પહોંચ્યો છે. પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 33 દર્દી છે, જેમા 15 દર્દી પોરબંદર હોસ્પિટલમાં છે. જ્યારે 3 દર્દી કોવિડ કેર સેન્ટરમાં છે. અન્ય જિલ્લા રાજ્ય ખાતે 9 દર્દી તથા પોરબંદર જિલ્લાથી 4 લોકોને હોમ આઈસોલેટ કરાયા છે. જ્યારે 2 દર્દીના રિપોર્ટ પેન્ડિંગ છે.