૧૧-પોરબંદર લોકસભા બેઠકની સાથે ૮૫-માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ મત ગણતરી થશે. મત ગણતરીના રાઉન્ડની વિગત જોઇએ તો એક સાથે ૧૪ ટેબલ પર થનાર ગણતરી મુજબ ૭૩-ગોંડલ ૨૩૬ મતદાન મથક ૧૭ રાઉન્ડ,૭૪-જેતપુર ૩૦૫ મતદાન મથક ૨૨ રાઉન્ડ,૭૫-ધોરાજી ૨૭૧ મતદાન મથક ૧૯ રાઉન્ડ,૮૩-પોરબંદર ૨૫૪ મતદાન મથક ૧૮ રાઉન્ડ,૮૪-કુતિયાણા ૨૩૭ મતદાન મથક ૧૭ રાઉન્ડ,૮૮-કેશોદ ૨૬૫ મતદાન મથક ૧૯ રાઉન્ડ, અને ૮૫-માણાવદર ૨૩૭ મતદાન મથક ૪૧ રાઉન્ડ થશે.
૧૧-પોરબંદર લોકસભાની મતગણતરી કુલ ૪૧ રાઉન્ડમાં થશે - vote counting
પોરબંદર: ૧૧ પોરબંદર લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ પરિણામની સૌ કોઈ કાગડોળે રાહ જોઈને બેઠા છે. સૌ કોઈને પરિણામ જાણવાનો ઈન્તેજાર છે ત્યારે પોરબંદર લોકસભા બેઠક ની મત ગણતરીને લઇને એક બેઠક યોજાઈ હતી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નું મતદાન તા.૨૩ એપ્રિલનાં રોજ યોજાયુ હતુ. ૧૧-પોરબંદર લોકસભા બેઠકની મત ગણતરી સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે મુખ્ય ચૂંટણી નિરીક્ષક યુ.સગમયની ઉપસ્થિતીમાં પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મુકેશ પંડયાનાં માર્ગદર્શન હેઠળ તા. ૨૩ મે ના રોજ સવારે ૮ કલાકથી યોજાશે. મત ગણતરીના સુચારૂ આયોજન માટે પોરબંદર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.
સ્પોટ ફોટો
અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર લોકસભા બેઠકનાં કુલ ૧૬,૬૦,૯૩૨ મતદારો પૈકી ૯,૪૩,૩૯૪ મતદારોએ મતદાન કર્યુ હતુ. ૫૬.૮૦ ટકા મતદાન નોંધાયુ હતું. મત ગણતરી સમયે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. બેઠકમાં અધિક કલેકટર મહેશ જોષી, નોડલ ઓફીસર ઇ.વી.એમ.,નોડલ ઓફીસર પોસ્ટલ બેલેટ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે. જી. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતાં.