- પોરબંદર જિલ્લામાં દારૂ, જુગારની ગેરકાયદે થતી પ્રવૃતીને અટકાવવા ખાસ સુચના
- પોલીસે રોકડા રૂપિયા સહિત કુલ કિ.રૂ.3,20,400નો મુદ્દામાલ કર્યો કબ્જે
- માધવપુરના રાતીયાગામેથી 6 પુરુષ અને 4 મહિલા સહીત 10 જુગારીઓ ઝડપાયા
પોરબંદર : જિલ્લામાં દારૂ, જુગારની ગેરકાયદે થતી પ્રવૃતીને નાબુદ કરવા માટે પોલીસ વડાએ ખાસ સુચના આપી છે. જેને લઈ LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી, LCB સ્ટાફના પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પોરબંદર રાતીયાનેશ પ્રાથમિક શાળા પાસે રહેતા કુંભાભાઇ વિરાભાઇ કરમટા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જેના આધારે તે ઘટના સ્થળે રેડ કરતા કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
- જુગારીઓ વિરૂધ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો