ગુજરાત

gujarat

ETV Bharat / state

પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોનું કર્યું અપહરણ

ભારતીય જળ સીમા પરથી ફરી 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ થયું છે. ત્યારે માછીમારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને માછીમારોના પરિવારને મોભી ગુમાવવાનોનો વારો આવે છે.

By

Published : Apr 14, 2021, 11:00 PM IST

પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું અપહરણ
પોરબંદરની 1 બોટ અને 6 માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ કર્યું અપહરણ

  • 13 એપ્રિલે સાંજે થયું બોટનું અપહરણ
  • પકડાપકડીનો ખેલ બંધ કરવા સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાનને કરી હતી રજૂઆત
  • અપહરણની ઘટનાથી માછીમારો પરેશાન

પોરબંદરઃ ભારતીય જળ સીમા પરથી અનેકવાર માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે. ત્યારે 13 એપ્રિલે સાંજે પોરબંદર ખાતે ફરી 1 બોટ અને 6 માછીમારોનું અપહરણ થયું છે. ત્યારે માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃપાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું કર્યું અપહરણ

હજુ બોટ પાકિસ્તાન પહોંચી નથી

તાજેતરમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ભારતીય જળ સીમા પરથી પાકિસ્તાન મરીન દ્વારા માછીમારોના અપહરણ બાબતે પકડા-પકડીનો ખેલ બંધ કરવામાં આવે તેવા પ્રયાસ અંગે રજૂઆત કરી હતી. ત્યારે 14 એપ્રિલે ફરી વધુ એક પોરબંદરની બોટ અને 6 માછીમારોના અપહરણ થતા આ વિષય પર પગલાં લેવામાં સરકાર કડકાઈથી પગલાં ક્યારે લેશે તે બાબતે પ્રશ્નનાર્થ ઊભા થાય છે. નેશનલ ફિશ ફોરમના મનીષ લોઢારીએ જણાવ્યું હતું કે, 13 એપ્રિલે સાંજે આ પોરબંદરની બોટનું અપહરણ પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા થયુ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 6 માછીમારો હતા. પરંતું હજુ આ બોટ પાકિસ્તાન પહોંચી નથી. આથી તેનું નામ ત્યાં પહોંચી જાય ત્યાર બાદ જ જાણવા મળશે.

ABOUT THE AUTHOR

...view details