પાટણશહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા જાણીતા બિલ્ડર (Well known builder in Patan) બેબા શેઠ દ્વારા છેલ્લા 13 વર્ષથી ધનતેરસના દિવસે ધનની પૂજા (On Dhanteras day Worship of Wealth) કરવાને બદલે સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો અને દરિદ્રનારાયણોની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની ઉજવણી (Celebrating Dhanteras in true sense) કરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખ્યો હતો. આવા દરિદ્રનારાયણોની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી હતી.
સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો અને દરિદ્રનારાયણોની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે. સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો માટે એક સેવાયજ્ઞ પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો, ગાંડા ઘેલા,દરીદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે. ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ સોના ચાંદીના આભૂષણો, રોકડ રૂપિયા અને મહા લક્ષ્મી માતાની પૂજા કરી સદાય પોતાના ઘર પર કૃપા બની રહે તેવી પ્રાર્થના (Dhanteras Religious significance) કરે છે. ત્યારે આનાથી વિપરીત પાટણમાં છેલ્લા 12 વર્ષથી બેબા શેઠના હુલામણા નામે જાણીતા ગોરધન ભાઈ ઠક્કર દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
બેબા શેઠે ન કરાવી નવા કપડાં અને ભિક્ષુકોને ભરપેટ ભોજન કરાવ્યું ચાલુ વર્ષે પણ નગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફુટપાટને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા. બેબા શેઠે આવા ભિક્ષુકોના વાળ, નખ કાપી, સ્નાન કરાવી નવા કપડાં પહેરાવ્યા હતા. ત્યારબાદ ભરપેટ ભોજન કરાવ્યું હતું. સેવા યજ્ઞની આ પ્રેરણા 12 વર્ષ અગાઉ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલ દ્વારા મળી હોવાનું તેઓએ જણાવ્યું હતું. 13માં વર્ષે પણ આ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો. ગોર્ધનભાઈએ દરિદ્રનારાયણોની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી હતી.
ગોરધનભાઈ ના આ સેવાયજ્ઞમાં તેમના મિત્રો પણ સહભાગી બન્યાઆ સેવા યજ્ઞની પ્રેરણા 12 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલની દીકરી અનારબેન દ્વારા મળી ત્યાર થી આ સેવા યજ્ઞની શરૂઆત કરી છે તેમની આ સેવા પ્રવૃત્તિમા તેમના મિત્રો પણ સહભાગી બન્યા છે. દરિદ્રનારાયણ મા જ લક્ષ્મી નારાયણ વસેલા છે તે કહેવત ને ગોરધનભાઇ ઠકકરે સાર્થક કરી છે.
ગાંડા ઘેલાઓની સેવા ચાકરી કરવાનો નિત્યક્રમ પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી જરૂરિયાતમંદોને હુંફ પુરી પાડનાર ગોરધનભાઈ ઠક્કરે છેલ્લા 13 વર્ષથી અવિરતપણે ધનતેરસના દિવસે ભિક્ષુકો અને ગાંડા ઘેલાઓની સેવા ચાકરી કરવાનો નિત્યક્રમ આ વર્ષે પણ જાળવી રાખી ઉપેક્ષાનો ભોગ બનેલા અને સમાજથી તરછોડાયેલા આવા લોકોની સેવા કરવાનો આનંદ મેળવ્યો હતો.