પાટણઃ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત (Azadika Amrut Mahotsav)દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર વીર ક્રાંતિકારીઓની (viranjli program in patan )શહાદતને સલામ કરતોવિરાંજલી કાર્યક્રમ પાટણમાંઆગામી 22 મેના રોજ યજનાર છે. જે અંગે પાટણ જિલ્લા કલેકટર કચેરીએ ઇન્ચાર્જ કલેકટર ડીએમ સોલંકીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કાર્યક્રમને લગતી તમામ વિગતો કલેકટર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃવાપીના મોરાઈ ગામે 'વિરાંજલી' એક શામ શહીદો કે નામ યોજાયો કાર્યક્રમ
100 થી વધુ કલાકારો દ્વારા વીર સપૂતોની વાતો રજૂ કરાશે -પાટણ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડી એમ સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિરાંજલી કાર્યક્રમ(Viranjali program)થકી સ્વાતંત્ર્યની ચળવળની સમગ્ર યાત્રાને નિહાળી નાગરિકોમાં રાષ્ટ્ર ભક્તિની ભાવના ઉજાગર થાય તે માટે મહત્તમ નાગરિકો તેમાં જોડાશે તેવી અપેક્ષા છે. પાટણના પ્રગતિ મેદાનમાં આગામી તારીખ 22મી મેના રોજ રાત્રે 8 થી 10 કલાક દરમિયાન ડાન્સ અને ડ્રામાં સાથે દેશભક્તિના ગુજરાતના સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ કાર્યક્રમમાં ક્રાંતિવીરોની શહાદતને નમન કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.