ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ માર્કેટયાર્ડમાં તમાકુના વેચાણને કારણે APMC ચેરમેનનો થયો વિરોધ - chairman

પાટણ: શહેરના અંબિકા શાક માર્કેટના વેપારીઓએ APMC ના ચેરમેનનો ભારે વિરોધ કરી રેલી યોજી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ફાઈલ ફોટો

By

Published : Mar 29, 2019, 6:38 PM IST

APMC ચેરમેન ડી.જે પટેલ દ્વારા હાઈ-વે સ્થિત સરદાર પટેલ શાક માર્કેટમાં શાકભાજીની સાથે સાથે તમાકુનું વેચાણ કરવાનો નિર્ણય લેતા વેપારીઓમાં ચેરમેન વિરૂદ્ધ ભારે નારાજગી જોવા મળી હતી. જેને લઈ શુક્રવારે વેપારીઓએ આક્રોશ રેલી યોજી હતી.

પાટણમાં વેપારીઓએ કર્યો વિરોધ

જેમાં ચેરમેન વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. આ સાથે જ માર્કેટમાં શાકભાજી ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે વેપારીઓએ જણાવ્યું કે, તમાકુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તે તમાકુ ચેરમેન દ્વારા શાક બજારમાં વેચવામાં આવી રહ્યું છે. જે નિર્ણય નુકસાનકારક છે, જેનો અમે વિરોધ નોંધાવીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details