પાટણ પાટણની બે દિવસની મુલાકાતે આવેલ વાણિજ્ય મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ તેમના પ્રવાસના Union Minister Piyush Goyal on patan visit, બીજા દિવસે પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાના દર્શન કરી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેઓએ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવઅને પટોળા હાઉસની Patan historical heritage Rani ki Vav and Patola House, મુલાકાત લીધી હતી. રાણી કી વાવની અદભુત કલાકોતણી શિલ્પ સ્થાપત્ય અને જગવિખ્યાત પટોળાની કારીગરી નિહાળી તેવો અભિભૂત બન્યા હતાં.
ટિકિટ ખરીદી રાણીની વાવ નિહાળી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણની બે દિવસની મુલાકાતે આવેલ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે પોતાના પાટણ પ્રવાસની બીજા દિવસની શરૂઆત ઐતિહાસિક એવાં કાલિકા માતાનાં મંદિરે દર્શન કરીને કરી હતી. મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ કેન્દ્રીય પ્રધાન ઐતિહાસિક રાણકી વાવ World Heritage Rani ki Vav, પરિસર ખાતે પહોંચ્યા હતાં. જ્યાં પ્રધાન સહિત તેમની સાથે રહેલા ભાજપના આગેવાનો કાર્યકરોએ રાણીની વાવમાં પ્રવેશ કરવા માટેની ટિકિટ ખરીદી રાણીની વાવ નિહાળી હતી.
વિવાદ ટાળ્યોઅગાઉ ભાજપના પ્રધાનો અને ઉચ્ચ પદાધિકારીઓ વગર ટિકિટે રાણીની વાવ નિહાળતા હતાં ત્યારે વિપક્ષ કોંગ્રેસના શહેર પ્રમુખે વિરોધ ઉઠાવ્યો હતો જેને લઈ પ્રજાજનોમાં ભારે ટીકાઓ થઈ હતી. ત્યારે ફરીવાર આવો વિવાદ ન સર્જાય તેને લઈ આજે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ સહિતના ભાજપના આગેવાનોએ ટિકિટ ખરીદીને રાણીની વાવ નિહાળી હતી. વર્લ્ડ હેરિટેજ રાણકી વાવની મુલાકાત દરમિયાન તેઓ બેનમૂન શિલ્પ કલાને નિહાળી અભિભૂત Patan historical heritage Rani ki Vav and Patola House, થયા હતા.
ઐતિહાસિક ધરોહરને દરેક વ્યક્તિએ નિહાળવી જોઈએરૂપિયા 100ની નોટ પર રાણકી વાવની પ્રતિકૃતિ આવ્યા બાદ પાટણનાં પ્રવાસન ક્ષેત્રેમાં વધારો પણ થયો છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યુ હતું કે મારું સૌભાગ્ય છે કે પાર્ટીએ મને પાટણના પ્રવાસે મોકલ્યો અને ઐતિહાસિક એવી રાણીની વાવ નિહાળવાનો મોકો મળ્યો. એક રાણી પોતાના પતિને ભેટ આપે તે પરંપરા ભારતમાં છે જે વિશ્વમાં નહીં હોય. અહીંની ડિઝાઇન અને કલાક કોતરણી અદભુત છે. ભારતના ઇતિહાસને અહીં દર્શાવવામાં આવ્યો છે. આ વાવમાં દરેક ભગવાન પોતાના પૂર્ણ સ્વરૂપમાં વાહન સાથે દર્શાવવામાં આવ્યા છે. આવી ઐતિહાસિક ધરોહરને દરેક વ્યક્તિએ નિહાળવી જોઈએ.