ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુરની જર્જરિત ઇમારતમાં કર્મચારી પર પંખો પડ્યો, અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં - Patan

પાટણ: જિલ્લામાં આવેલા સિદ્ધપુરની વીજ કચેરીમા સિલિંગ પર લગાવવામાં આવેલો પાંખો એકા એક તુટીને નીચે આવતા કચેરીમાં કામ કરી રહેલા એક કર્મચારી પર આવતા કર્મચારીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.જેને પગલે તેને સારવાર અર્થે સિદ્ધપુરની સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સિદ્ધપુરની જર્જરિત ઇમારતમાં UGVCL કચેરીમાં પંખો પડતા કર્મચારી ઘવાયો,

By

Published : Jul 1, 2019, 7:04 PM IST

પાટણ જિલ્લાની સિદ્ધપુરની વીજ સપ્લાય કચેરીનું મકાન છેલ્લાં ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ કચેરીના નાયબ કાર્ય પાલક ઈજનેર કચેરીના મકાનના સમારકામ માટે UGVCLના ઉચ્ચ અધિકારીઓને લેખિતમા રજુઆત કરી છે. પણ આ કચેરીનું કોઈ સમારકામ કરવામાં ન આવતા કચેરીમા કામ કરતા વીજ કર્મચારીઓ ભયના માહોલમાં પોતાની ફરજ બજાવતા હતાં.

ત્યારે સોમવારના રોજ કચેરીની જર્જરિત સિલિંગ પર લગાવેલા પાંખો ચાલુ હાલતમાં કામ કરી રહેલા કર્મચારીના માથા ઉપર પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિદ્ધપુરની સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયો હતો.

સિદ્ધપુરની જર્જરિત ઇમારતમાં UGVCL કચેરીમાં પંખો પડતા કર્મચારી ઘવાયો, રજુઆતો છતા કોઇ કામગીરી નહી

UGVCLના ઉચ્ચ અધિકારીઓની લાપરવાહીને કારણે આ આકસ્મિક ઘટના બની છે. ત્યારે આગામી સમયમાં સિદ્ધપુરની કચેરીમાં મોટી દુર્ઘટના બને તે પહેલા આ કચેરીનું સમારકામ તાકીદે કરવામાં આવે છે. તેવી માંગ કર્મચારીઓની ઉઠવા પામી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details