ગુજરાત

gujarat

ETV Bharat / state

Municipality in Patan : પાટણમાં ઠેરઠેર નવીન માર્ગોના ખોદકામથી શહેરીજનો ત્રાહિમામ - Excavation on New Roads in Patan

પાટણ નગરપાલિકા શાસકોના અણઘડ વહીવટના કારણે શહેરીજનોની સુવિધા વધવાને બદલે દિવસે દિવસે દુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં તાજેતરમાં બનેલા નવીન માર્ગો પર ભૂગર્ભ ગટર (Underground Sewers on Roads in Patan) પાણીની પાઈપલાઈન અને જીઓ કંપનીના કેબલ નાખવા માટે આડેધડ ખોદકામ (Matters of Patan Municipality) કરવામાં આવી છે. તેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી સાથે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Municipality in Patan : પાટણમાં ઠેરઠેર નવીન માર્ગોના ખોદકામથી શહેરીજનો ત્રાહિમામ
Municipality in Patan : પાટણમાં ઠેરઠેર નવીન માર્ગોના ખોદકામથી શહેરીજનો ત્રાહિમામ

By

Published : Feb 9, 2022, 10:52 AM IST

Updated : Feb 9, 2022, 3:34 PM IST

પાટણ : પાટણ નગરપાલિકા દ્વારા નવજીવન ચાર રસ્તાથી રેલવેના 600 ડાયાની ભૂગર્ભ ગટરની (Underground Sewers on Roads in Patan) પાઇપલાઇન નાખવાની કામગીરી માટે એક બાજુનો માર્ગ ખોદવામાં આવ્યો છે. શહેરના પ્રવેશદ્વાર સમાન અને જિલ્લા કોર્ટ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ધરાવતા આ માર્ગની હાલત બિસ્માર બની છે. રસ્તામાં ચારેબાજુ ઉડતી ધૂળના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને આ બંને કચેરીના કામકાજ અર્થે આવતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ માર્ગનું આઠ મહિના અગાઉ જ લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ (Renovation of Municipality in Patan) કરી પેવર કરવામાં આવ્યું હતું. તેને તોડફોડ કરવામાં આવતા શહેરીજનોમાં નગરપાલિકાના સત્તાધીશોની આ કામગીરી ભારે ટીકા પાત્ર બની છે.

નગરપાલિકાના કોર્પોરેટરે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા

Municipality in Patan : પાટણમાં ઠેરઠેર નવીન માર્ગોના ખોદકામથી શહેરીજનો ત્રાહિમામ

પાટણમાં ઠેરઠેર નવીન બનેલા માર્ગોનું આડેધડ(Matters of Patan Municipality) કરવામાં આવી રહેલા ખોદકામ મામલે નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરની સમસ્યા નવી ગટર લાઇન નાખ્યા વગર નજીવા ખર્ચે પણ હલ થઈ શકે તેમ હતી. પરંતુ ભાજપના શાસનકર્તાઓ માત્ર ભ્રષ્ટાચાર આચરવા જ આ કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો :Patan Kala Mahakumbh 2022: પાટણમાં યોજાયો કલા મહાકુંભ, 17 કૃતિઓમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ

પીવાનું પાણી ન મળતા શ્રમજીવી પરિવારની હાલત કફોડી

પાટણ રેલવેના પ્રથમ ગરનાળા પાસે ભૂગર્ભ ગટરની કામગીરી (Operation of Underground Sewers in Patan) કારણે છેલ્લા કેટલાક દિવસોથી પાણીની પાઇપલાઇન બંધ કરવામાં આવી છે. તેને કારણે અહીં રહેતા અને મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સાંજવી પરિવારને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પરિવારની મહિલાઓ દ્વારા અન્ય જગ્યાએથી પાણી ભરવા જવાની ફરજ પડી રહી છે. જેથી સર્વે આ પરિવારોને પાણી મળી રહે તેવી માંગ આ વિસ્તારના રહીશોએ કરી છે. ભૂગર્ભ ગટરની પાઇપ લાઈન ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં જીઓ કંપની દ્વારા કેબલ નાખવા માટે ખોદકામ (Excavation on New Roads in Patan) કરવામાં આવી રહ્યું છે. તેને કારણે નવીન માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

સંકલનના અભાવે વાહનોની લાઈન થતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ

પાટણ હાઇવે ચાર રસ્તાથી પાઇપલાઇન નાખવાની કામગીરી (Operation of Pipeline in Patan) કારણે રેલવે નાળાથી જિલ્લા કોર્ટ અને એસપી કચેરી તરફ જતા માર્ગ પર રોજબરોજ વાહનોની લાંબી લાઈનોથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. નગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંકલન કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તેવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો :Smartphone Assistance Scheme : પાટણ જિલ્લામાં સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોમાં ઉત્સાહ

Last Updated : Feb 9, 2022, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details