- પાટણમાં કોરોના બન્યો બેકાબૂ
- પાંચ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ કર્યો નિર્ણય
- પાટણમાં ફરી એકવાર લોકડાઉન જેવા દ્રશ્યો સર્જાયા
- જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 5,000 પહોંચવાને આરે
આ પણ વાંચોઃ રાત્રી કરફ્યૂ પહેલા આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકોને ફટકાર્યો દંડ
પાટણઃ શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા સાંજે પાંચ વાગ્યા બાદ આપવામાં આવેલા સ્વૈચ્છિક જનતા કરફ્યૂના પહેલા દિવસે દુકાનદારો, વેપારીઓએ લોકડાઉનનો અમલ શરૂ કરી કોરોના સામેના અભિયાનમાં પોતાનો સહયોગ આપ્યો હતો. પ્રથમ દિવસથી જ લોકોએ બંધનું પાલન કર્યું હતું. વધતા જતા કોરોનાના કેસોને પગલે લોકો જાગૃત થયા હોય તેમ માસ્ક પહેરેલા નજરે પડ્યા હતા. જનતા કરફ્યૂના અમલવારીને લઇ નાના વેપારીઓ અને લારી-ગલ્લાવાળા પણ સાંજ પડતાં ધંધા-રોજગાર બંધ કરી ઘર તરફ જતા નજરે પડ્યા હતા.