પાટણજિલ્લામાં ઐતિહાસિક રાણીની વાવ (rani ki vav patan) આવેલી છે, જેને નીહાળવા માટે દેશવિદેશમાંથી પ્રવાસીઓ (Tourist crowd at rani ki vav patan) આવતા હોય છે. ત્યારે આ વખતે ફરી દિવાળીની રજાઓમાં (Diwali Vacation) પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. અહીં 10 દિવસમાં 40,000થી વધુ પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લીધી હતી. આના કારણે પુરાતત્વ વિભાગને (department of archaeology) ) 15,00,000 રૂપિયાથી વધુ રૂપિયાની આવક થઈ છે. તો પ્રવાસીઓ વાવની કલા અને કોતરણી જોઈને અભિભૂત થઈ ગયા હતા.
દિવાળી તહેવારમાં ધસારો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામી વિશ્વ ફલક પર ચમકેલી અને 100 રૂપિયાની ચલણી નોટ પર અંકિત થયેલી પાટણની ઐતિહાસિક રાણીની વાવને (rani ki vav patan) નિહાળવા પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. અહીં દિવાળીના તહેવારોમાં દેશવિદેશમાંથી પ્રવાસીઓ પાટણના મહેમાન બને છે. ચાલુ વર્ષે પણ તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાટણના મહેમાન બન્યા હતા અને રાણીની વાવના શિલ્પ સ્થાપત્ય તેમ જ કલા કોતરણી નિહાળી અભિભૂત બન્યા હતા.