ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ત્રણની ધરપકડ - Child pornography video

સિદ્ધપુરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરીને તે વીડિયોને બીજા લોકોના ફોનમાં સોશિયલ મીડિયા મારતે વાયરલ કર્યો હતો. આ મામલે ત્રણ શખ્સ વિરુદ્ધ સાયબર ક્રાઈમના IT એક્ટની મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ત્રણની ધરપકડ
ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ત્રણની ધરપકડ

By

Published : Jul 22, 2021, 10:25 AM IST

  • સિદ્ધપુરમાં સોશિયલ મીડિયામાં પોર્નોગ્રાફી વીડિયો મોકલનારા પકડાયા
  • સોશિયલ મીડિયાથી પોર્ન વીડિયો મેળવી લોકોના ફોનમાં મોકલતા હતા
  • પોર્ન વીડિયો મોકલનાર ત્રણ શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી

પાટણ : સિદ્ધપુર તાલુકામાં ધણા સમયથી સોશિયલ મીડિયાના ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઈનસ્ટાગ્રામ જેવા માધ્યમો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરીને તે વીડિઓ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા લોકોના ફોનમાં મોકલવામાં આવતા હોવાની માહિતી ખબર સાયબર ક્રાઈમને મળતા સિદ્ધપુર PI દ્વારા આ અંગે તપાસ શરૂ કરાઇ હતી.

આ પણ વાંચો : પોર્નોગ્રાફી કેસમાં ઝડપાયેલો રાજ કુંદ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં

ચાઈલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ત્રણની ધરપકડ

સાયબર સેલના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલ્યા

સિદ્ધપુર શહેરના મુક્તિધામ નજીક આવેલા મોતિરામઢાળ પાસે રહેતા અરવિંદ ધીરુજી ઠાકોર, ફુલપુરા ગામમાં રહેતા સચિન અમરસંગ ઠાકોર તેમજ રાજપુરમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીના દિપકજી છનાજી ઠાકોર આ ત્રણ શખ્સોના મોબાઈલ ફોન પોલીસે જપ્ત કરી દીધા હતા. ગાંધીનગર ખાતે સાયબર સેલના નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેટા રિસ્ટોર માટે મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો : વલસાડના યુવકને મેસેન્જરમાં વીડિયો શેર કરવો પડ્યો ભારે

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરીને વાયરલ કરનારા તત્વોમાં ફફડાટ

રિપોર્ટ આવતા ત્રણેયના મોબાઈલ ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો મળી આવ્યા હતા. જેથી ત્રણેય વિરુદ્ધ ધી ઈફ્લેર્મેશન ટેકનોલોજી એક્ટ 2008ની કલમ 67 બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધપુર પોલીસ દ્વારા કાર્યવાહી થતા ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરીને વાયરલ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details