ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Crime: કાકોશીના દલિત પરિવારે ન્યાય નહીં મળેતો મુસ્લિમ ધર્મ અપનાવવાની ચીમકી - undefined

દલિત સમાજના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવા છતાં 307 જેવી કલમોનો એફઆઇઆર માં ઉલ્લેખ ન થતા પરિવારના સભ્યો અને સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી 307 જેવી કલમોનો ઉમેરો કરવાની માંગ બુલંદ કરી હતી.

Paten Crime: કાકોશીના દલિત પરિવારે ન્યાય નહીં મળેતો મુસ્લિમ ધર્મ અપનાવવાની ચીમકી
Paten Crime: કાકોશીના દલિત પરિવારે ન્યાય નહીં મળેતો મુસ્લિમ ધર્મ અપનાવવાની ચીમકી

By

Published : Jun 9, 2023, 7:27 AM IST

Updated : Jun 9, 2023, 9:26 AM IST

પાટણ: પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે દલિત યુવાન પર હુમલો કરી તલવારના ઘા મારી અંગુઠો કાપી નાખવાના બનાવમાં પોલીસ દ્વારા હજુ સુધી 307, 120 બી સહિતની કલમોનો ઉમેરો કરવામાં નહીં આવતા કાકોશીના દલિત સમાજના લોકોએ પાટણ આવી જિલ્લા કલેકટર કચેરીએ ધરણા કર્યા હતા.

ધરપકડ કરવા માંગઃ કાયદાકીય કલમોનો ઉમેરો કરી તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી ચીમકી ઉચ્ચારી હતી. દલિત સમાજને ન્યાય નહી મળે તો કાકોશી અને આજુબાજુના તમામ ગામોના દલિતો સામૂહિક રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી તેનો પ્રચાર પ્રસાર કરીશું. એવું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. પીડિત પરીવાર અને દલિત સમાજની આ ચીમકીથી પાટણ જિલ્લામાં ભારે ખળભળાટ મચ્યો છે.

ક્રિકેટ બોલ મામલે બબાલઃસિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે રહેતા કિર્તીભાઇ પાનાભાઇ વણકર (પરમાર) ગત રવિવારે પુત્ર હર્ષિદ ઉર્ફે રુદ્રનો બર્થ-ડે હોવાથી ગામની આઇડી સેલીયા સ્કૂલમાં ક્રિકેટ મેચ જોવા ગયા હતા. એ વખતે ક્રિકેટ બોલ ગ્રાઉન્ડ ઉપર આપવા બાબતે માથાકુટ થઇ હતી. જેની અદાવતમાં દરબાર સમાજના સિધ્ધરાજસિંહ,રાજુ ઉર્ફેરાજદીપ, જશવંતસિંહ, ચકુભા, મહેન્દ્રસિંહ કુલદિપસિંહ અને એક અજાણ્યો શખ્સ મળી કુલ સાત શખ્સોએ માથાકુટ કરી હતી.

અંગુઠો કાપ્યોઃઆ કેસમાં 3 થી 4 કારમાં આવી તલવાર સહિતના ઘાતક હથિયારો વડે કીર્તીભાઇ પરમાર ઉપર હુમલો કરી હાથનો અંગુઠો કાપી નાખી ઇજાગ્રસ્ત કર્યા હતા. જાતી વિષયક અપમાનિત શબ્દો બોલ્યા હતા. આ બનાવ અંગે કાકોશી પોલીસ મથકે ઉકત સાત શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાંથી પોલીસે ચારની ધરપકડ કરી છે. આ બનાવમાં પોલીસ દ્વારા ફરીયાદમાં જુવેનાઇલ એકટ, પોસ્કો , 120 બી, આઇપીસી 34 અને 307 ની કલમો ઉમેરવામાં આવે તેવી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી , દલિત આગેવાનો અને પિડીત પરીવારો દ્વારા માંગણી કરવામાં આવી હતી.

ધરણા કર્યા હતાઃ પોલીસ દ્વારા હજુ સુધી આ કલમોનો ઉમેરો નહી કરાતા તેમજ તમામ આરોપીઓની ધરપકડ નહી કરાતા પીડિત પરીવાર સહિત કાકોશી સહિત આજુબાજુના ગામોના 250 જેટલા દલિત પરિવારો આગેવાનોએ પાટણ જિલ્લા કલેકટર કચેરીમાં પડાવ નાખી ધરણા કરી તમામ આરોપીઓની ધરપકડ કરી ઉકત કલમોનો ફરીયાદમાં ઉમેરો કરવા માંગ બુલંદ કરી હતી.

શું કહે છે આગેવાનઃઆ સમયે દલિત સમાજના આગેવાન અને ઇજાગ્રસ્ત કિર્તીભાઈ પરમારના ભાઇ શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે, દલિત સમાજ પરના અત્યાચાર નહીં અટકે. તેમજ સામાપક્ષ દ્વારા કિર્તીભાઇ પર દાખલ કરવામાં આવેલ એફઆઇઆરમાં ધિરજભાઇનું આરોપી તરીકે નામ લખેલ છે. જે ખોટું છે કારણ કે, ધીરજભાઇ બનાવના સ્થળે હાજર હતા જ નહીં.

FIR રદ્દ કરવામાં આવેઃ આ એફઆઈઆર રદ કરવામાં આવે. કિર્તીભાઇ દ્વારા કરાયેલ ફરિયાદમાં વધારાની ઉકત કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી હતી. અમને ન્યાય નહી મળે તો જિલ્લાના દલિતો હવે બૌધ્ધ ધર્મ નહી ઇસ્લામ ધર્મ અપનાવી મુસલમાન બનીશુ. ઇસ્લામ ધર્મનો પ્રચાર પ્રસાર કરી અન્ય દલિતોને પણ ઇસ્લામ ધર્મ અપનાવવા સમજાવીશું.

  1. Jignesh Mevani Demand : મેવાણીની ડીજીપીને રજૂઆત, કાકોશીમાં ક્રિકેટ મેચની બબાલમાં દલિત પર હુમલાની ઘટનામાં વધુ કલમો ઉમેરો
  2. Patan News : માતાજીની માનતા પુરી કરીને આવતા ભક્તોને નડ્યો અકસ્માત, એકનું મોત છ ઈજાગ્રસ્ત
  3. Patan News : મહિલાઓ રચે છે સામાજિક ક્રાંતિનું મહત્ત્વનું ચિત્ર, પ્રીવેડિંગ, બેબીશાવર, હલદીસેરેમની થશે બહાર
Last Updated : Jun 9, 2023, 9:26 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details