પાટણમાં HNGUની ખોટી માર્કશીટ બનાવનાર યુવક ઝડપાયો - Fake HNGU Marksheet
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનીના બોગસ માર્કશીટ બનાવરાવી નોકરી મેળવવાનો પ્રયાસ કરનાર એક ઈસમની પકડાયો છે. પાટણ બી ડિવીઝન પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
patan
પાટણઃ શહેરના પાલનપુરનો હાર્દિક જોષી નામના શખ્સે TY B.comમાં નાપાસ થયો હતો. તેણે માર્કશીટમાં ચેડાં કરી પાસની નવી નકલી માર્કશીટ બનાવી હતી. આ માર્કશીટ જે કંપનીમાં નોકરી માટે રજૂ કરી હતી. તે કંપની દ્વારા ખરાઈ કરવા યુનિવર્સિટીમાં જાણ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટી ગયો હતો. યુનીવર્સીટીના પરીક્ષા વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરિ રિમાન્ડની માગણી કરી છે.