- લગ્નના વરઘોડા ઉપર કરાયો પથ્થરમારો
- પથ્થરમારો કરતા મચી હતી દોડધામ
- પોલીસ બંદોબસ્ત સાથે યુવનના લગ્નનો નીકળ્યો વરઘોડો
પાટણ: તાલુકાના કમલીવાડા ગામમાં રહેતા પરમાર વિશ્વજીવત ખેંગારભાઇના લગ્નનો વરઘોડો નીકળ્યો હતો . ત્યારે આ વરઘોડાને રોકવા દરબાર તથા ઠાકોર સમાજના કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. એકાએક બનેલ આ બનાવથી વરઘોડામાં સામેલ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ સમયે બંને પક્ષના લોકો ઉશ્કેરાઇ જતાં વાતાવરણ તંગ બન્યુ હતું. પાટણ તાલુકા પોલીસને ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી મામલો થાળે પાડ્યો હતો અને સમજાવટ બાદ વરઘોડો નીકળ્યો હતો.