પાટણઃ કોરોનાવાયરસના કારણે જેલમાં બંધ કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને અનુલક્ષી પાટણની સુજનીપુર સબજેલમાં સાત વર્ષથી ઓછી સજા કાપી રહેલા કેદીઓને ડિસ્ટ્રિક્ટ જજ બી.એસ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં જજ વિશાલ ગઢવી, જજ બુખારી દ્વારા ચકાસણી કરી હાઈપાવર કમિટીની ગાઈડ લાઈન મુજબ પોતાની તથા પરિવારની સલામતી રાખી શકે તે માટે મુક્ત કરવામાં આવ્યા હતા અને વાહન દ્વારા ઘર સુધી મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી
સુજનીપુર સબજેલમાંથી કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા - કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા
પાટણની સુજનીપુર સબજેલમાં રહેલા સાત વર્ષથી ઓછી સજાના કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરાયેલા આ કેદીઓને વાહન મારફતે ઘરે મોકલવામાં આવ્યા હતા.
સુજનીપુર સબજેલમાંથી કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરાયા
જામીન પર મુક્ત થયેલા આ કેદીઓ તથા તેમના પરિવારજનોને લોક ડાઉનને કારણે મુશ્કેલીઓ ભોગવવી ન પડે તે માટે ત્રણેય ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં વીલાજ ગ્રુપ દ્વારા રાશન કીટો આપવામાં આવી હતી.