પાટણ- પવિત્ર શ્રાવણ માસમાં આવતા જન્માષ્ટમી પર્વનું અનેરૂ મહત્વ છે.પાંચ દિવસીય તહેવારોની આ શૃંખલામાં રાંધણ છઠના દિવસે વિવિધ વ્યંજનો અને શાકભાજી બનાવી શીતળા સાતમ ના દિવસે ઠંડુ જમવાની પરંપરા છે. જેને લઇ રાધન છઠ ના દિવસે શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ ઉમટી હતી. (egitable price increase in patan on janmashtmi) આ વર્ષે પણ શાકભાજીની દરેક વસ્તુઓ ના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.રાધણછઠ પહેલા પાટણમાં ટામેટા 20 રૂપિયે કિલો વેંચતા હતા.જે આજે 30 રૂપિયાના ભાવે વેચાયા હતા. તેવીજ રીતે કંકોડા 120ને બદલે 200 રૂપિયે, પરવર 30 રૂપિયાના બદલે 60 રૂપિયા, બટાકા 15 ના બદલે 30 રૂપિયા અને પત્તરવેલિયા માટેના પાન 150 રૂપિયાના ભાવે વેચાયા હતા.(janmashtmi2022)
આ પણ વાંચો- Ahmedabad Sweets Market: શું મોંઘવારીને કારણે મીઠાઈનો સ્વાદ મોળો થશે ખરા ?