પાટણના સિદ્ધપુર ચાર રસ્તા પર આવેલ નિરમા સર્કલ તરીકે ઓળખાતું સર્કલ વધુ પડતુ પહોળું હોવાથી તેમજ રોડ ચારે બાજુથી સાંકડા હોવાને કારણે અને દિન પ્રતિદિન વાહનોની સંખ્યા વધી હોવાથી નાના વાહન ચાલકો માટે આ સર્કલ જોખમી અને જીવલેણ બની રહ્યું છે.વળી આ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જતાંઆ સર્કલને નાનું કરવાની લોક માંગ ઊઠી હતી.આ સર્કલને નાનું કરવા માટે અગાઉ નગરપાલિકાએ દરખાસ્તો કરી હતી પણ સરકાર અને માર્ગ મકાન વિભાગે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. જે તે સમયેઆ સર્કલ બન્યું તે સમયે ટ્રાફિકનું ભારણ વધુ ન હોવાથી તે સમયેઆ સર્કલ યોગ્ય હતું. પણ વાહનોની સંખ્યા વધતાઆ સર્કલને નાનું કરવાની માંગ ઉઠી હતી.જેને લઈ આ સર્કલ નાનું કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગે દરેક વિભાગ ને સાથે રાખી હાથ ધરી છે.
પાટણના અકસ્માત ઝોન સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ - પાટણ સમાચાર
પાટણઃ શહેરના નવજીવન ચાર રસ્તા પર આવેલ અને એક્સિડન્ટ ઝોન તરીકે પ્રખ્યાત બનેલા આ સર્કલને નાનું કરવાની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અવાર નવાર ટ્રાફિક સમસ્યા અને પ્રાણઘાતક અકસ્માતોના બનતા બનાવો આ સર્કલ નાનું બનતા અટકશે તેમજ ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે.સર્કલ નાનું કરવાની કામગીરી શરૂ કરતાં વાહન ચાલકો અને શહેરી જનોમાં ખુશી જોવા મળી છે.
પાટણના અકસ્માત ઝોન સર્કલને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ
અગાઉ બનેલ આ સર્કલ બરોબર 21 મીટરની વ્યાસવાળું હતું. જેને 12 મીટર તોડી નાનું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્કલની આજુબાજુ રિપેરીગ થયા બાદ તમામ પ્રકારના સાઈન બોર્ડ,રીફલેકટિવ, થર્મોપ્લાસ્ટના પટ્ટા પોલીસ વિભાગને સાથે રાખી કરવામાં આવશે.