ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યને લઈ હોસ્ટેલો ચાલુ કરવા લેવાયો નિર્ણય - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ આગામી 11 જાન્યુઆરીથી ધોરણ-10 અને 12 તથા PG અને UG ના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેને અનુલક્ષી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલ શરૂ કરવા માટે શુક્રવારે વહીવટી ભવન ખાતે બોર્ડ ઓફ હોસ્ટેલ કમિટીની બેઠક મળી હતી. જેમાં સરકારની ગાઈડલાઈન મુજબ હોસ્ટેલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાટણ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યને લઈ હોસ્ટેલો ચાલુ કરવા લેવાયો નિર્ણય
પાટણ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યને લઈ હોસ્ટેલો ચાલુ કરવા લેવાયો નિર્ણય

By

Published : Jan 9, 2021, 9:41 PM IST

  • યુનિવર્સિટીમાં હોસ્ટેલ શરૂ કરવા માટે હોસ્ટેલ કમિટીની બેઠક યોજાઇ
  • કન્યા અને કુમાર હોટેલોમાં એક રૂમમાં એક વિદ્યાર્થીને રાખવાનો લેવાયો નિર્ણય
  • વિદ્યાર્થીના વાલીની સંમતિ પત્રક ફરજિયાત લેવાશે

પાટણ : રાજ્ય સરકારે 11 મી જાન્યુઆરીથી ધોરણ 10 - 12 ,પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અંડરગ્રેજ્યુએટ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે શાળા કોલેજોને આદેશો કર્યા છે. ત્યારેે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ કન્યાને કુમાર છાત્રાલય શરૂ કરવા માટેની બોર્ડ ઓફ હોસ્ટેલ કમિટીની બેઠક મળી હતી. જેમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

પાટણ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યને લઈ હોસ્ટેલો ચાલુ કરવા લેવાયો નિર્ણય

એક રૂમમાં એક વિદ્યાર્થીને રાખવો

જેમાં હોસ્ટેલના 399 રૂમો છે એક રૂમમાં એક વિદ્યાર્થીને રાખવો,વિદ્યાર્થીના વાલીનુ સંમતિ પત્રક લેવું, તેમજ કોવિડ સંક્રમિત વ્યક્તિને પ્રવેશ ન આપવો અંગેના નિર્ણય લેવાયો હતો. હાલમાં જે ઓફલાઈન પરીક્ષાઓ ચાલે છે, તેવા વિદ્યાર્થીઓને જ હોસ્ટેલમાં પ્રવેશ આપવાનો નિર્ણય કમિટીએ લીધો છે. 1લી ફેબ્રુઆરી પછી જે વિદ્યાર્થીઓની અરજીઓ આવશે તેના આધારે હોસ્ટેલ કમિટી નક્કી કરે તે પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

પાટણ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્યને લઈ હોસ્ટેલો ચાલુ કરવા લેવાયો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details